બોરિવલીનો ટીનેજર અમદાવાદની સ્કેટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યો

મુંબઈઃ બોરિવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતા 14 વર્ષના રિશીત મુંજાલ પુરાણીએ તાજેતરમાં અમદાવાદ (Ahmedabad)માં આયોજિત ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઇઝેશન (ISSO)ની સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો.
બોરિવલીમાં ચીકુવાડી-સ્થિત વિટી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણતો રિશીત પુરાણી શ્રી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો છે. તેણે અમદાવાદની જે સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો એમાં ભારતની તમામ આઇજીસીએસઇ તથા આઇબી સ્કૂલોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અમદાવાદમાં અદાણી ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ પાર્ક (રિવરફ્રન્ટ-પાલડી) ખાતે યોજાઈ હતી જેમાં રિશીતે (અન્ડર-14 સિંગલ ડિસ્ઍડવાન્ટેજ)માં 500-ડી રેસમાં પચીસ સ્પર્ધકોને હરાવીને ત્રીજો નંબર મેળવ્યો હતો અને કાંસ્ય ચંદ્રક જીતી લીધો હતો. 1,000 મીટરમાં તેણે ચોથા સ્થાને આવીને રેસ ફિનિશ કરી હતી.
બોરિવલીનો ટીનેજર અમદાવાદની સ્કેટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યો
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) November 28, 2025
બોરિવલી (પશ્ચિમ)ના યોગીનગરમાં રહેતા 14 વર્ષના રિશીત મુંજાલ પુરાણીએ તાજેતરમાં અમદાવાદ (Ahmedabad)માં આયોજિત ઇન્ટરનૅશનલ સ્પોર્ટ્સ સ્કૂલ ઓર્ગેનાઝેશન (ISSO)ની સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેણે બ્રૉન્ઝ મેડલ જીતી… pic.twitter.com/zZ6GAzyw1D
આ પણ વાંચો : બોરીવલીનો રિશીત પુરાણી થાઇલૅન્ડની આંતરરાષ્ટ્રીય સ્કેટિંગ સ્પર્ધામાં જીત્યો બ્રૉન્ઝ મેડલ
રિશીત (Rishit)ના મમ્મી નિમિતા પુરાણીએ મુંબઈ સમાચાર'ને કહ્યું, મારા પુત્ર પાસે કુલ 150થી પણ વધુ મેડલ છે. તેણે તનતોડ મહેનત બદલ આ ચંદ્રકો મેળવ્યા છે. તે સવારે 2.40 વાગ્યે ઉઠીને 3.30 વાગ્યે સ્કેટિંગની પ્રૅક્ટિસ કરવા જાય છે અને ત્યાંથી સ્કૂલે જાય છે. સ્કેટિંગ અને સ્ટડીઝ, બન્ને પ્રત્યે તેની એકસરખી સમર્પણ ભાવના છે. રિશીતની સફળતામાં તેના કોચ રાજ સિંહનું પણ યોગદાન છે.’



