ઘાટકોપર જૉલી જિમખાનાની ઇન્ટર-ક્લબ ટી-20 ટુર્નામેન્ટમાં બૉમ્બે જિમખાનાની ટીમ ફરી ચૅમ્પિયન

Keywords….
મુંબઈઃ દેશમાં દાયકાઓથી ધર્મની જેમ પૂજાતી ક્રિકેટની વિવિધ પ્રકારની ટૂર્નામેન્ટોનું ઘણા વર્ષોથી ઘાટકોપર જૉલી જિમખાના (Ghatkopar Jolly Gymkhana)માં સફળ આયોજન કરવામાં આવે છે અને તાજેતરમાં જ આ જિમખાનાની સબ કમિટી દ્વારા નૉકઆઉટ ધોરણે ઇન્ટર ક્લબ ટી-20 ટૂર્નામેન્ટ (Inter club t-20 tournament)ની 13મી સીઝનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૉમ્બે જિમખાનાની ટીમ સતત બીજી વાર ચૅમ્પિયન બની હતી. ફાઇનલમાં આ ક્લબની ટીમનો ઘાટકોપર જૉલી જિમખાના એ’ ટીમ સામે ચાર વિકેટે વિજય થયો હતો.
ઘાટકોપર જૉલી જિમખાનાએ પ્રથમ બૅટિંગ કરતા સાત વિકેટે 159 રન બનાવ્યા હતા જેમાં ઓમકાર પાટણકરના 62 રન સામેલ હતા. બૉમ્બે જિમખાના વતી માધવ કોટકે 30 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. બૉમ્બે જિમખાનાની ટીમે મયૂર બોરાડેના 72 રનની મદદથી 18.4 ઓવરમાં છ વિકેટે બનાવેલા 160 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
આ પણ વાંચો: ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત જેપીએલ ટી-10 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રાજેશ રૉયલ્સ વિજયી…
મયૂર બોરાડે (121 રન)ને બેસ્ટ બૅટર ઑફ ધ ટૂર્નામેન્ટ, અંશુ યાદવ (આઠ વિકેટ)ને બેસ્ટ બોલર ઑફ ધ ટૂર્નામેન્ટ તથા સુજય સંઘવી (આઠ વિકેટ, 18 રન)ને પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા વિવિધ ટૂર્નામેન્ટોનું આયોજન ચેરમેન રજનીકાંત શાહ, મેનેજિંગ ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ, ટ્રસ્ટીઓ તથા મેનેજિંગ કમિટીના મેમ્બર્સના આશીર્વાદથી તેમ જ નિશીથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાલી, નિતીન ઉપાધ્યાય અને ક્રિકેટ સબ કમિટીના નેજા હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઘાટકોપર જૉલી જિમખાના આયોજિત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પરાગ ઇંગ્લિશ સ્કૂલ, ભાંડુપ વિજેતા…
ઇન્ટર ક્લબ ટી-20 ટૂર્નામેન્ટમાં આ ક્લબની ટીમોએ ભાગ લીધો હતોઃ (1) બોમ્બે જિમખાના (2) ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (3) ચેમ્બુર જિમખાના (4) ગરવારે ક્લબ હાઉસ (5-6) ઘાટકોપર જૉલી જિમખાનાએ’ અને `બી’ (7) માટુંગા જિમખાના તથા (8) પી. જે. હિન્દુ જિમખાના.
રવિવારે ચૅમ્પિયન અને રનર-અપ ટીમ સાથે નિશીથ ગોળવાલા, મથુરાદાસ ભાનુશાલી, પ્રશાંત કારિયા, નલીન મહેતા, નિતીન ઉપાધ્યાય તેમ જ ક્રિકેટ સબ કમિટીના મેમ્બર્સ.