Well Done Guys: ઈન્ડિયન ટીમ વર્લ્ડ કપ લઈને આવે તેલી બોલીવૂડની પણ શુભેચ્છા

ક્રિકેટની વાત આવે ત્યારે આખો ભારત દેશ એક થઈ જતો હોય છે. આવતીકાલની ફાઈનલ મેચ માટે સૌ કોઈને ખૂબ જ ઉત્સાહ છે, ત્યારે Bollywood પણ કેમ પાછળ રહે. ગઈકાલે સેમિફાઈનલ
જીતી ટીમ ઈન્ડિયા (Team India) ફાઈનલમાં પહોંચી ગઈ ત્યારે બોલીવૂડે ટીમ ઈન્ડિયાને વધામણા આપ્યા છે અને આવતીકાલની ફાઈનલ માટે શુભેચ્છાઓ આપી છે.
ગુરુવારે રમાયેલી ICC મેન T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર જીત નોંધાવી અને ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું. આ મેચમાં ઘણા મોટા રેકોર્ડ બન્યા હતા. ટીમ ઈન્ડિયાએ નોકઆઉટ મેચમાં રનના મામલે બીજી સૌથી મોટી જીત નોંધાવી છે. સૌથી મોટી જીતનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે છે.
અજય દેવગનથી લઈને અક્ષય કુમાર સુધી, (Ajay Devgan-Akshay Kumar) ઘણા સેલેબ્સે ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી છે અને તેમને ફાઈનલ માટે શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ સેલિબ્રિટીઓએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ટીમને આ જીત પર અભિનંદન પાઠવ્યા છે. ICC મેન T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. જેને લઈને ક્રિકેટપ્રેમીઓ ભારે ઉત્સાહિત છે.
અજય દેવગને ICC T-20 ઇન્ટરનેશનલ વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સ્થાન મેળવવા પર ખુશી વ્યક્ત કરી છે અને ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. તેણે એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે – હવે સમય આવી ગયો છે કે તે બતાવવાનો કે નિષ્ફળતા બાદ અમે શાનદાર વાપસી કરી છે. ઇતિહાસ રચવાથી માત્ર એક પગલું દૂર છે. તમે બધાએ શાનદાર રમત બતાવી છે. હવે કપને ઘરે પાછા લાવવાનો સમય છે.
ICC T-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત નોંધાવી છે, જેના કારણે સમગ્ર દેશ આનંદમાં છે. ટીમ ઈન્ડિયાની જીતથી બોલિવૂડ સેલેબ્સ પણ ખૂબ જ ખુશ છે. ઘણા સ્ટાર્સે ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
અભિનેતા આયુષ્માન ખુરાનાએ પણ ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવા પર એક પોસ્ટ શેર કરી છે. વરુણ ધવને પણ ટીમ ઈન્ડિયાની જીત પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની ખુશી જાહેર કરી છે.
શનિવારે ICC T-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ વર્લ્ડ કપ 2024ની ફાઇનલ છે, જેમાં ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. દક્ષિણ આફ્રિકા પહેલીવાર ફાઈનલમાં પ્રવેશ્યું છે.
Also Read –