
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર શિવમ માવી પાંસળીની ઈજાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝનમાંથી બહાર થઇ ગયો છે. 25 વર્ષીય ખેલાડીએ તેની છેલ્લી મેચ ગયા વર્ષે ઓગસ્ટમાં રમી હતી.
તે સ્થાનિક સીઝનમાં ઉત્તર પ્રદેશ માટે એક પણ મેચ રમી શક્યો ન હતો પરંતુ તેણે લખનઊ સુપર જાયન્ટ્સની પ્રી-સીઝન પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લીધો હતો. માવીને ગયા વર્ષે ઓગસ્ટમાં ઈજા થઈ હતી.
આ પણ વાંચો: IPL 2024: કોલકત્તા સામેની મેચમાં ઋષભ પંતને આ કારણસર પડ્યો ફટકો
લખનઊ ફ્રેન્ચાઈઝીએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે આ પ્રતિભાશાળી ઝડપી બોલર હરાજી પછી અમારી સાથે જોડાયો હતો અને અમારા પ્રી-સીઝન કેમ્પનો ભાગ હતો. તે આ સીઝનમાં અમારી ટીમનો મહત્વનો ભાગ હતો, તેથી શિવમ અને હું બંને નિરાશ છીએ કે તેમની સીઝન આટલી જલ્દી સમાપ્ત થઈ ગઈ છે.
ભારત માટે 6 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર માવી 2023માં ગુજરાત ટાઇટન્સ માટે એક પણ મેચ રમી શક્યો ન હતો. લખનઊએ તેને છેલ્લી હરાજીમાં 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.