સ્પોર્ટસ

ભારત જીતતું હતું ત્યારે સ્પિન-ફ્રેન્ડ્લી પિચ વિશે કોઈએ સવાલ નહોતા કર્યાઃ ભુવનેશ્વર કુમાર…

એક સમયના ટોચના પેસ બોલરે ક્રિકેટલક્ષી ઍપ લૉન્ચ કરી

નવી દિલ્હીઃ ભારતના ઝડપી બોલર અને એક સમયના ટીમ ઇન્ડિયાના ટોચના પેસ બોલર્સમાં ગણાતા 35 વર્ષીય ભુવનેશ્વર કુમારનું એવું માનવું છે કે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ માટેની ઈડન ગાર્ડન્સની સ્પિન-ફ્રેન્ડ્લી પિચ જેવી બનાવવામાં આવી હતી એ મુદ્દે જે વિવાદ ચાલે છે એનો કોઈ અર્થ નથી, કારણકે ભારતમાં આવી પિચો દાયકાઓથી તૈયાર કરાય છે.

ભારત આ લૉ-સ્કોરિંગ ટેસ્ટ મૅચમાં 124 રનનો મામૂલી લક્ષ્યાંક પણ નહોતું મેળવી શક્યું અને આખી ટીમ 93 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. કોલકાતાની આ હાર ગયા વર્ષે ન્યૂ ઝીલૅન્ડ સામે ઘરઆંગણે થયેલી 0-3ની હારને યાદ અપાવનારી છે. ત્યારે ન્યૂ ઝીલૅન્ડના સ્પિનર્સે વર્ચસ્વ જમાવ્યું હતું અને પોતાની ટીમને ભારતમાં 0-3થી ઐતિહાસિક ક્લીન સ્વીપ અપાવી હતી.

જોકે કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે હારી ગયા એ વિશે ભુવનેશ્વર (BHUVANESHWAR)ને કોઈ નવાઈ નથી લાગી. તેણે ક્રિગગિરિ’ નામની ઍપ લૉન્ચ કરી છે. તે આ ઍપ્લિકેશનનો સહ-સ્થાપક છે. તે કહે છે, ભારતમાં સ્પિન-ફ્રેન્ડ્લી પિચ બનાવવામાં આવી હોય એવું કંઈ પહેલી વાર નથી બન્યું. ભારત અગાઉ આવી પિચ (Pitch) પર જીતી રહી હતી ત્યારે એ પિચ બાબતમાં કોઈએ સવાલ નહોતા કર્યા. કારણ ચોખ્ખું હતું, ભારત ત્યારે જીતી રહ્યું હતું. જીત-હાર તો રમતના બે સમાન હિસ્સા કહેવાય. કોલકાતાની હાર મારા માટે કોઈ મોટી ચિંતાનું કારણ નથી.’

શું ભારતે કોલકાતાની ટેસ્ટમાં ચાર સ્પિનર (જાડેજા, કુલદીપ, અક્ષર, વૉશિંગ્ટન)ને રમાડ્યા એ નિર્ણય યોગ્ય હતો? એવું પૂછાતાં ભુવનેશ્વરે કહ્યું, ` આપણી પાસે આ બધા સારા સ્પિનર્સ છે અને ત્યારે પિચની સ્થિતિ જોઈને જ નિર્ણય લેવાયો હશે. પિચ જે રીતે તૈયાર કરાઈ હતી ત્યારે જ લાગ્યું હશે કે એના પર ચાર સ્પિનરને રમાડવા જોઈએ. પિચ જોતાં એ નિર્ણય કંઈ ખોટો નહોતો.’

આફ્રિકા સામે ભારતના ધબડકા પછી દરેક ફોર્મેટ માટે અલગ-અલગ કેપ્ટન રાખવાની કોણે હિમાયત કરી?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button