સ્પોર્ટસ

ઇંગ્લેન્ડની ટીમને મોટો ફટકોઃ કેપ્ટન બેન સ્ટોક્સ ત્રણ મહિના નહીં રમી શકે ક્રિકેટ

લંડનઃ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ટેસ્ટનો કેપ્ટન બેન સ્ટોક્સ હેમસ્ટ્રિંગમાં વારંવાર થતી ઇજાને કારણે ઓછામાં ઓછા 3 મહિના માટે ક્રિકેટ રમી શકશે નહી. ગયા મહિને ન્યૂ ઝીલેન્ડ સામેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. સ્ટોક્સને ન્યૂ ઝીલેન્ડના પ્રવાસ દરમિયાન ડાબા હાથની હૅમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. તેની સારવાર કરાવવા માટે તેણે થોડા મહિના ક્રિકેટથી દૂર રહેવું પડશે.

ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટે માહિતી આપી છે કે કેપ્ટન બેન સ્ટોક્સ તેની ઈજાની સર્જરી માટે ત્રણ મહિના સુધી ક્રિકેટથી દૂર રહેશે. જાન્યુઆરીમાં ડરહમ હોસ્પિટલમાં તેની સર્જરી થશે. આ પછી તે રિહૈબની પ્રક્રિયામાંથી પસાર થશે જેમાં સમય લાગી શકે છે. આ વર્ષે ઓગસ્ટમાં ધ હન્ડ્રેડમાં રમતી વખતે સ્ટોક્સ પણ આ જ રીતે હેમસ્ટ્રિંગથી પરેશાન હતો, જેના કારણે તે ટીમની બહાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીનો સત્તાવાર કાર્યક્રમ જાહેર, ક્યારથી શરૂઆત થશે?

બેન સ્ટોક્સે ન્યૂ ઝીલેન્ડ સામેની બે ટેસ્ટમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. તેમની ટીમે આ પ્રવાસમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. ન્યૂ ઝીલેન્ડ બીજી ટેસ્ટમાં સૌથી વધુ રન (423 રન)થી હાર્યું હતું. પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ ઈંગ્લેન્ડે વધુ એક ઈતિહાસ રચ્યો હતો.

તેણે 16 વર્ષ બાદ ન્યૂ ઝીલેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી હતી. આટલી મોટી સફળતા બાદ બેન સ્ટોક્સની ભારત સામેની વનડે અને ટી20 સીરિઝ માટે ટીમમાં પસંદગી કરવામાં આવી નથી. આ સાથે તેને ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પણ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button