સ્પોર્ટસ

બેન સ્ટૉક્સને ઈજા થઈઃ ચહેરા પર લોહી જામી ગયું, આંખ બચી ગઈ

લંડનઃ ઇંગ્લૅન્ડના ટેસ્ટ કૅપ્ટન અને પેસ બોલિંગ ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સે (BEN STOKES) ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેના ચહેરાની હાલત બગડી ગયેલી દેખાય છે. નસીબજોગે તેની આંખ બચી ગઈ છે.

બેન સ્ટૉક્સ કમાલના પર્ફોર્મન્સ માટે જાણીતો છે. બોલિંગ હોય કે બૅટિંગ, ઇંગ્લૅન્ડની ટીમને મુસીબતમાંથી બહાર લાવવા માટે તે જાણીતો છે. તે ઇંગ્લૅન્ડને ઘણી મૅચો જિતાડી ચૂક્યો છે.

બેન સ્ટૉક્સને ચહેરા પર એટલી બધી ગંભીર ઈજા થઈ છે કે તેને ઓળખવો મુશ્કેલ છે. ખુદ તેણે પોતાની આ ઈજાની જાણકારી ઇન્ટાગ્રામ (INSTAGRAM) પર આપી છે. તે મજાક કરવા માટે જાણીતો છે. તેણે જણાવ્યું છે કે તમારે ક્રિકેટ બૉલની હાલત પણ જોવી જોઈએ.

સ્ટૉક્સની આ સ્ટોરી પરથી એવું લાગી રહ્યું છે કે તેને બૉલ જોરદાર વાગ્યો છે. તેની આંખની નીચે મોટો કાળો ડાઘ છે. લાગે છે કે તેના ગાલ પર લોહી જામી ગયું છે. ગાલ પર લાલ રંગના નિશાન પણ છે. તેને નાકની નીચે પણ ઈજા થઈ છે. જો બૉલ એક ઇંચ પણ ઉપર (આંખ પર) વાગ્યો હોત તો તેની ક્રિકેટ-કારકિર્દી ભયમાં મુકાઈ ગઈ હોત.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button