સ્પોર્ટસ
બેન ડકેટની સદી, પણ સાજિદ ખાને બાજી પાકિસ્તાનની તરફેણમાં પલટાવી

મુલતાન: અહીં બીજી ટેસ્ટમાં પાકિસ્તાને પ્રથમ દાવમાં નવા ખેલાડી કામરાન ગુલામના 118 રનની મદદથી 366 રન બનાવ્યા ત્યાર બાદ ઇંગ્લૅન્ડે બીજા દિવસની રમતના અંત સુધીમાં છ વિકેટે 239 રન બનાવ્યા હતા. બેન ડકેટે ચોથી ટેસ્ટ સદી (114 રન, 129 બૉલ, 184 મિનિટ, 16 ફોર) ફટકારી હતી.
જોકે ઑફ-સ્પિનર સાજિદ ખાને 86 રનમાં ચાર વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો અને બાજી થોડી પાકિસ્તાનની તરફેણમાં લાવી દીધી હતી.
ત્રીજા સત્રમાં ચાર વિકેટ ગુમાવનાર ઇંગ્લૅન્ડની ટીમ બુધવારે પાકિસ્તાનથી હજી 127 રન પાછળ હતું.
ઇંગ્લૅન્ડનો બીજો કોઈ બૅટર 35 રન પણ નહોતો બનાવી શક્યો.
ઇંગ્લૅન્ડની બાકીની બે વિકેટ નોમાન અલીએ લીધી હતી.
પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને અનેક વિક્રમો રચ્યા બાદ એક દાવ અને 47 રનથી હરાવ્યું હતું. ઑલી પૉપની ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે.