સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટરોના મેડિકલ-હેડ નીતિન પટેલે કેમ રાજીનામું આપી દીધું?

નવી દિલ્હીઃ બેન્ગલૂરુમાં બીસીસીઆઇ દ્વારા તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સ (સીઓઇ)ના સ્ટાફમાં આવનારા થોડા મહિનાઓ દરમ્યાન મોટા ફેરફારો જોવા મળી શકે. પીટીઆઇના અહેવાલ મુજબ સ્પોર્ટ્સ સાયન્સ ઍન્ડ મેડિકલ ટીમના હેડ નીતિન પટેલે ત્રણ વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ હવે રાજીનામું આપી દીધું એ જોતાં સીઓઇમાં બીજા મહત્ત્વના ફેરફારો જોવા મળશે એવી ધારણા છે.

નીતિન પટેલનો પીટીઆઇએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ સંપર્ક નહોતો થઈ શક્યો. જોકે બીસીસીઆઇના એક અધિકારીએ સમર્થન આપતા જણાવ્યું હતું કે બેન્ગલૂરુ-સ્થિત નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ના એક સિનિયર-મોસ્ટ સ્ટાફર તેમનો હોદ્દો છોડી રહ્યા છે.

આ પણ વાંચો: દ્રવિડ-શાસ્ત્રીએ જે ન કર્યું એ કામ હવે ગૌતમ ગંભીર કરી રહ્યો છે!

આ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે નીતિન પટેલે બીસીસીઆઇ સાથે બહુ સારી રીતે પસાર થયેલી મુદત બાદ હવે રાજીનામું આપી દીધું છે.’ અધિકારીએ એવું પણ જણાવ્યું હતું કેછેલ્લા બે વર્ષ દરમ્યાન જે પણ ઈજાગ્રસ્ત ખેલાડી રિહૅબિલિટેશન માટે આવ્યો તે 100 ટકા કરતાં પણ વધુ ફિટ થઈને બહાર આવ્યો છે. નીતિન પટેલનો પરિવાર વિદેશમાં રહે છે અને સીઓઇનો તબીબી વિભાગ સંભાળવો એટલે વર્ષના 365 દિવસની જવાબદારી જેવું કહેવાય.’
નીતિન પટેલે જે ખેલાડીઓને ઈજામુક્ત કરાવવાનું મૅનેજમેન્ટ સંભાળ્યું છે એમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કેએલ રાહુલ તેમ જ કુલદીપ યાદવનો સમાવેશ છે.

આ પણ વાંચો: WPL ટ્રોફી જીત્યા બાદ MIના ખેલાડીઓએ કરી શાનદાર ઉજવણી, નીતા અંબાણી પણ જોડાયા

એનસીએના હેડ વીવીએસ લક્ષ્મણની મુદત પૂરી થવાની તૈયારીમાં છે. નીતિન પટેલની પહેલાં એનસીએના કોચપદેથી સાઇરાજ બહતુલેએ વિદાય લીધી હતી. સિતાંશુ કોટક સિનિયર ટીમના સ્ટાફમાં જોડાઈ ગયો છે. બીજા કોચ હૃષિકેશ કાનિટકર તેમ જ અન્ય કેટલાક સ્પેશિયાલિસ્ટ કોચમાંથી પણ જો કોઈ નજીકના ભવિષ્યમાં પદ છોડી જશે તો નવાઈ નહીં લાગે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button