નેશનલસ્પોર્ટસ

બીસીસીઆઈની મોટી જાહેરાત: મેચ વખતે ટોસ નહીં થાય અને આ પ્રયોગ ડોમેસ્ટિક ક્રિકેટમાં થશે

IPL-2024માં ટોસ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. ઘણી મેચોમાં જીત અને હારનો નિર્ણય ટોસ દ્વારા લેવામાં આવ્યો છે. આ કારણોસર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) હવે ટોસની ઝંઝટનો અંત લાવવાની તૈયારી કરી રહ્યું છે. જોકે, તેની શરૂઆત આઈપીએલ કે ઈન્ટરનેશનલ ક્રિકેટથી થશે નહીં. સૌથી પહેલા તેની શરૂઆત ઘરેલુ ટૂર્નામેન્ટથી કરવામાં આવી રહી છે. BCCI સચિવ જય શાહે સીકે ​​નાયડુ ટ્રોફી (અંડર-23) ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાંથી ટોસને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે આ ટૂર્નામેન્ટમાં, તે મુલાકાતી ટીમ પર નિર્ભર કરશે કે તે પહેલા બેટિંગ કે બોલિંગનો વિકલ્પ પસંદ કરે છે.

BCCI સેક્રેટરી જય શાહે એપેક્સ કાઉન્સિલને ડોમેસ્ટિક ક્રિકેટમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારોનો પ્રસ્તાવ મૂક્યો છે. અહેવાલ મુજબ જય શાહે કહ્યું હતું કે અંડર-23 સીકે ​​નાયડુ ટ્રોફીની મેચોમાં કોઈ ટોસ થશે નહીં. મુલાકાતી ટીમને પહેલા બેટિંગ અથવા બોલિંગનો વિકલ્પ પસંદ કરવાનો અધિકાર હશે. આ સાથે સીકે ​​નાયડુ ટ્રોફીમાં નવી પોઈન્ટ સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત પ્રથમ દાવમાં બેટિંગ અને બોલિંગ પ્રદર્શન માટે પોઈન્ટ આપવામાં આવશે. જય શાહે કહ્યું હતું કે રણજી ટ્રોફી માટે સીકે ​​નાયડુ પોઈન્ટ સિસ્ટમ લાગુ કરવા અંગે પણ વિચારણા થઈ શકે છે. નવી પોઈન્ટ સિસ્ટમની અસરનું મૂલ્યાંકન કરવા માટે સિઝનના અંતે સમીક્ષા કરવામાં આવશે, જે નક્કી કરશે કે તેને આગામી સિઝન માટે રણજી ટ્રોફીમાં લાગુ કરવી જોઈએ કે નહીં.

આ ઉપરાંત ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે થોડા અઠવાડિયા પહેલા જ ફરિયાદ કરી હતી કે મેચો વચ્ચે પૂરતો વિરામ હોવો જોઈએ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે પણ ડોમેસ્ટિક મેચો વચ્ચે ગેપ રાખવાની ભલામણ કરી હતી. હવે બીસીસીઆઈએ તેમની માગણી સ્વીકારી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button