Ishan Kishan અને Shreyash Iyer ને વધુ એક ઝટકો! T20 World Cup માંથી પણ બાકાત રાખવામાં આવશે
નવી દિલ્હી: ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ના રમવા બદલ ઈશાન કિશન (Ishan Kishan) અને શ્રેયસ અય્યર(Ishan Kishan) સામે BCCI કડક એક્શન લઇ રહી છે. અગાઉ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને BCCIના વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા, આ સાથે બોર્ડે આ બંને ખેલાડીઓને કડક ચેતવણી પણ આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે આ બંને વિરુદ્ધ વધુ એક મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.
ઈશાન અને શ્રેયસને હવે T20 World cupમાંથી બહાર કરવામાં આવી શકે છે. એક અખબારી અહેવાલ મુજબ જૂનમાં યોજાનાર ICC T20 ઈવેન્ટમાં આ બંનેના નામ પર ધ્યાન નહીં આપવા આવે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટમાંથી બહાર થયા બાદ હવે તેઓ ભવિષ્યમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકશે તેના પર શંકા છે. ઈશાન અને શ્રેયસને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા માટે રણજી ટ્રોફીની કેટલીક મેચ રમવી પડશે, ત્યાર બાદ તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા માટે વિચારણા કરવામાં આવશે.
ઈશાન ગયા વર્ષે ગ્રેડ Cમાં સામેલ હતો. જ્યારે, શ્રેયસને BCCIએ ગ્રેડ Bમાં સામેલ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટમાંથી શ્રેયસની ગેરહાજરી સૌથી આઘાતજનક છે, કારણ કે 2023 ODI વર્લ્ડ કપમાં ભારતને ફાઇનલમાં પહોંચડવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 મેચમાં 530 રન બનાવ્યા હતા.
અહેવાલો અનુસાર, ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાન એવા બે ખેલાડીઓ છે જેમના નામ ટૂંક સમયમાં આ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં સામેલ થઈ શકે છે. તેણે આ યાદીમાં સામેલ થવા માટે જરૂરી ન્યૂનતમ ટેસ્ટ મેચોની સંખ્યા કરતાં માત્ર એક ટેસ્ટ ઓછી રમી છે. ધર્મશાલામાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ બાદ તેઓ આ યાદીમાં સામેલ થવાને પાત્ર બનશે અને ત્યાર બાદ તેનો સમાવેશ કરવામાં આવશે.
અગાઉ BCCIએ તેની પ્રેસ રિલીઝમાં સ્પષ્ટપણે લખ્યું છે કે વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે શ્રેયસ અય્યર અને ઇશાન કિશનના નામ પર વિચાર કરવામાં આવ્યો નથી. બોર્ડ અને સેક્રેટરી જય શાહની સલાહ છતાં બંને ખેલાડીઓએ રણજી ટ્રોફીની મેચ રમી ન હતી. ઝારખંડ તરફથી રમવાને બદલે ઈશાને બરોડામાં પોતાની જાતે જ ટ્રેનિંગ ચાલુ રાખી. તે જ સમયે, શ્રેયસે ઈજાનું બહાનું કાઢીને મુંબઈ માટે મેચ ન રમવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં ફ્લોપ રહેતા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.