સ્પોર્ટસ

BCCI Secretary Jay Shah at NFL Headquarters:જય શાહની મુલાકાત સાથે અમેરિકામાં ખેલજગતની બે સૌથી મોટી લીગનું મિલન!

ન્યૂ યૉર્ક: ભારતને સૌથી વધુ જેનો ક્રેઝ એ ક્રિકેટની રમતનો વર્લ્ડ કપ રમાતો હોય ત્યાં બીજી મોટી અને ઐતિહાસિક ઘટના બનવાની જ ખરુંને? તમામ ક્રિકેટ-પ્લેઇંગ દેશોના ક્રિકેટ બોર્ડમાં બીસીસીઆઇ સૌથી શક્તિશાળી છે અને આ બોર્ડના સંચાલન હેઠળની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ક્રિકેટવિશ્ર્વની સૌથી મોટી લીગ સ્પર્ધા છે. સમગ્ર ખેલજગતમાં અમેરિકાની એનએફએલ (નૅશનલ ફૂટબૉલ લીગ) મૅચ-દીઠ મૂલ્યની દૃષ્ટિએ વિશ્ર્વની સૌથી શ્રીમંત સ્પોર્ટ્સ લીગ છે અને આઇપીએલ એના પછી બીજા નંબરે છે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ વર્લ્ડ કપની મૅચો જોવા અમેરિકામાં છે અને તેમણે ન્યૂ યૉર્કમાં એનએફએલના હેડ ક્વૉર્ટરની મુલાકાત લીધી હતી. એ સાથે, રમતગમતની બે સૌથી મોટી લીગનું જાણે મિલન થયું હતું.


જય શાહની આ મુલાકાત પાછળનો આશય આંતરરાષ્ટ્રીય રમતગમતમાં એકમેક વચ્ચે (બે લીગ વચ્ચે) સહયોગ વધારવાનો હતો.

બીસીસીઆઇ-સેક્રેટરી જય શાહ એનએફએલના કમિશનર રોજર ગૂડેલ તથા તેમની ટીમને મળ્યા હતા અને તેમણે એકમેકની પ્રવૃત્તિઓ, આઇડિયાઝની આપ-લે કરવા સંબંધમાં તેમ જ રમતપ્રેમીઓ સાથેના વ્યવહાર તથા અનુભવો એકમેક સુધી પહોંચાડ્યા હતા.

જય શાહે ગુડેલને બીસીસીઆઇના લોગોવાળી હેલ્મેટ તથા ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી હતી. રિટર્ન ગિફ્ટ તરીકે જય શાહને એનએફએલનો બૉલ આપવામાં આવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પ્રિયંકા ચોપરાથી લઇને શાહરૂખ સુધીના બધા બોલિવૂડ સ્ટાર્સ પહેરે છે કરોડોની કિંમતના લક્ઝરી વોચીઝ પ્રિયંકાની માલતીથી આલિયાની રાહા સહિત ક્યુટ અને અડોરેબલ છે આ સ્ટાર ડોટર્સ ચુલા પર રોટલી સેકતો જોવા મળ્યો સ્પાઇડર મેન Virat Kohliના આ ડિફરન્ટ ડિફરન્ટ લૂક જોયા કે? છઠ્ઠો લૂક જોઈને તો ફીદા થઈ જશો તમે…