‘ધોની મોબાઈલ ફોન નથી રાખતો પણ…’ BCCI ના ઉપાધ્યક્ષે કર્યા ઘણા ખુલાસા…
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન ગણાતો મહેન્દ્ર સિંહ ધોની હાલ માત્ર IPLમાં જ રમતો જોવા (M S Dhoni) મળે છે, તેને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા ચાહકોની ભીડ ઉમટી પડે છે. IPL સિવાય ધોની ખુબ જ ઓછા કાર્યક્રમોમાં હાજરી આપે છે. પણ ચાહકો તેને હમેશા યાદ કરતા રહે છે. તાજેતરમાં, BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા(Rajiv Shukla)એ મહેન્દ્રસિંહ ધોની વિશે રસપ્રદ વાતો શેર કરી હતી.
Also read : હૈદરાબાદની તૃષાએ પિતાને વર્લ્ડ કપની એક નહીં, બબ્બે ટ્રોફી જીતી આપી!
બહુ ઓછા લોકો જાણે છે કે ધોની તેની પસે મોબાઈલ ફોન રાખતો નથી. જેને કારણે BCCIના સિલેક્ટર્સને તેમનો સંપર્ક કરવામાં મુશ્કેલીઓ પડતી હતી. રાજીવ શુક્લાએ કહ્યું કે તે આવી દરેક વસ્તુથી દૂર રહે છે પરંતુ તે જે કમીટમેંટ આપે છે તેને પૂરું કરે છે. આ ઉપરાંત, રાજીવ શુક્લાએ ધોની વિશે કહ્યું છે કે તેનામાં કોઈ નાદાનિયત નથી.
ધોની બકવાસ નથી કરતો:
એક પોડકાસ્ટમાં BCCI ના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાને પુછવામાં આવ્યું કે એમએસ ધોની સમાજથી આટલો દુર કેમ રહે છે? આ અંગે, BCCI રાજીવ શુક્લાએ કહ્યું, “તેનો સ્વભાવ જ એવો છે. તે પોતાની સાથે મોબાઈલ ફોન પણ રાખતો નથી. BCCI સિલેક્ટર્સને પણ ઘણી મુશ્કેલી પડતી હતી કે તેનો સંપર્ક કેવી રીતે કરવો. તેને કેવી રીતે જણાવવું કે ટીમમાં તેની પસંદગી થઈ ગઈ છે અને ક્યાં જવાનું છે, શું કરવું છે?”
રાજીવ શુક્લાએ વધુમાં કહ્યું, “આ તેનો સ્વભાવ છે. મેં નોંધ્યું છે કે તે સિદ્ધાંતવાદી છે. તે જે કમીટમેંટ કરે છે, તેને ગંભીરતાથી લે છે. તેનામાં કોઈ નાદાનિયત નથી હોતી. તે બકવાસ નથી કરતો.”
Also read : ભારતની નવી અન્ડર-19 ટી-20 વર્લ્ડ ચૅમ્પિયનને ઓળખો…
ધોનીની છેલ્લી IPL:
એમએસ ધોની ઘણા સમય પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ તે હજુ પણ IPLમાં રમી રહ્યો છે. તે IPL 2025 માં પણ રમવાનો છે. CSK એ તેને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આ ધોનીની આ છેલ્લી IPL સીઝન હોઈ શકે છે. ધોની 42 વર્ષનો છે. IPLમાંથી નિવૃત્તિ અંગેનો નિર્ણય ફ્રેન્ચાઇઝ અને ધોનીએ લેવાનો છે.