સ્પોર્ટસ

ગંભીર-આગરકર વિરુદ્ધ વિરાટ-રોહિતનો વિવાદ ઉકેલવા બીસીસીઆઈએ આ દિગ્ગજને મોકલ્યા…

મુંબઈ: ભારતીય ક્રિકેટમાં ઘણા દિવસોથી હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેકટર અજિત આગરકર વિરુદ્ધ વિરાટ કોહલી અને રોહિત શર્માનો જે વિવાદ (શીત યુદ્ધ) ચાલે છે એ શાંત પાડવા બીસીસીઆઈએ સિલેકટર પ્રજ્ઞાન ઓઝાને મધ્યસ્થી તરીકે તેમની પાસે મોકલ્યા છે.

ભૂતપૂર્વ સ્પિનર પ્રજ્ઞાન (PRAGYAN)ને પ્રથમ વન-ડેના સ્થળ રાંચી મોકલવામાં આવ્યા હતા જ્યાંથી તેઓ આજની બીજી વન-ડેના સ્થળ રાયપુર ભારતીય ટીમ સાથે પહોંચ્યા હતા.

Pragyan Ojha (BCCI)

ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં બધું ઠીક થઈ જાય અને વર્તમાન સિરીઝ દરમ્યાન શાંતિ બની રહે એની જવાબદારી પ્રજ્ઞાનને સોંપવામાં આવી છે.

વર્તમાન વિવાદ 2027ના વર્લ્ડ કપમાં વિરાટ અને રોહિતના ભાગ લેવાની સંભાવનાને માઠી અસર કરી શકે એ જોતાં ક્રિકેટ બોર્ડે શ્રેણીની મધ્યમાં જ વિવાદ (controversy) ઠંડો પાડવાનું નક્કી કર્યું છે.

રોહિત (Rohit) અને વિરાટે (Virat) છેલ્લા એક વર્ષમાં ટી-20 તથા ટેસ્ટમાંથી એકસાથે નિવૃત્તિ લીધી હોવાથી હવે વન ડેની બાબતમાં પણ એવું ન બને એવી ભીતિ પણ બોર્ડને સતાવતી હશે.

આ પણ વાંચો…ભારતીય ડ્રેસિંગ રૂમમાં તણાવ! કોહલી-રોહિત અને ગંભીર વચ્ચે બધું બરાબર નથી, BCCI પણ નારાજ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button