Jay Shah બાદ કોણ બનશે BCCI ના સચિવ? આ નામ છે રેસમાં…
Sport News: જય શાહ 1 ડિસેમ્બરથી આઈસીસીના ચેરમેન (ICC Chairman) તરીકે કાર્યભાર સંભાળશે. હાલ જય શાહ (Jay Shah) બીસીસીઆઈના (BCCI Secretary) સચિવ તરીકે કામ કરી રહ્યા છે પરંતુ 1 ડિસેમ્બર બાદ તેમનું સ્થાન કોણ લેશે તે ચર્ચા થઈ રહી છે. એક રિપોર્ટ મજબ, જય શાહ બાદ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિશએનના (DDCA) પ્રેસિડેન્ટ રોહન જેટલીને (Rohan Jetly) બીસીસીઆઈના સચિવ બનાવી શકાય છે. આ પહેલાં પણ રોહન જેટલી બીસીસીઆઈના સચિવ બનશે તેવા રિપોર્ટ આવ્યા હતા, જેને તેણે ફગાવી દીધા હતા. જોકે હાલ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. રોહન જેટલી ઉપરાંત ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સચિવ અનિલ પેટલનું નામ પણ બીસીસીઆઈના સચિવની રેસમા છે. જોકે રોહન જેટલીની આ પદ માટે પસંદગી થવાની વધારે શક્યતા છે.
આ પણ વાંચો : BCCIના સેક્રેટરી તરીકે Jay Shahને કેટલી Salary આપવામાં આવે છે? નેટવર્થ એટલી કે…
રિપોર્ટ મુજબ, જય શાહના રિપ્લેસમેંટને લઈ બીસીસીઆઈની કોઈપણ પ્રકારની વિશેષ બેઠક નહીં યોજાય. આ પહેલાં 29 સપ્ટેમ્બરે થયેલી વાર્ષિક સામાન્ય સભામાં પણ જય શાહના રિપ્લેસમેંટનો એજન્ડા સામેલ નહોતો. જય શાહને આઈસીસી ચેરમેનના ઈલેકશનમાં ખૂબ સપોર્ટ મળ્યો હતો. 16માંથી 15 સભ્યોએ તેમની ઉમેદવારીને સમર્થન આપ્યું હતું. જય શાહ આઈસીસીના વર્તમાન ચેરમેન જોર્જ બેલીનું સ્થાન લેશે.
ઉલ્લેખનીય છે કે જય શાહને 2019માં બીસીસીઆઈ સચિવની જવાબદારી સોંપવામાં આવી હતી. શાહ સચિવ બન્યા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડમાં અનેક બદલાવ જોવા મળ્યા હતા. જય શાહને સચિવ તરીકે પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : Champions Trophy માટે ભારતીય ટીમના પાકિસ્તાન પ્રવાસ પર નિર્ણય સરકાર કરશેઃ BCCI…
કોણ છે રોહન જેટલી
રોહન ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા અરુણ જેટલીનો પુત્ર છે. બીસીસીઆઈમાં પણ રોહન મજબૂત પકડ છે. અનુભવી સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર રોહન જેટલી બે વખત દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના પ્રમુખ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં જેટલી એક અનુભવી સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર છે. તેમના નેતૃત્વમાં દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડમાં 5 વર્લ્ડ કપ મેચ યોજાઈ હતી. રોહન જેટલીના નેતૃત્વમાં દિલ્હી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં રિષભ પંત, ઈશાંત શર્મા, નીતિશ રાણા, યશ ધુલ, આયુષ બદોની અને લલિત યાદવ જેવા મોટા નામોએ ભાગ લીધો હતો. રોહન જેટલીએ કાયદાની ડિગ્રી મેળવી છે અને કૉર્નેલ યુનિવર્સિટીથી માસ્ટર ઓફ લૉ કર્યું છે. જેટલી વ્યવસાયે વકીલ છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા અને દિલ્હી હાઈકોર્ટમાં કેસ લડે છે. માર્ચ 2024માં રોહનની દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કાયમી વકીલ (સ્ટેન્ડિંગ કાઉન્સિલ) તરીકે નિમણુક કરવામાં આવી હતી.