મુંબઈ: તારીખ 24મી અને 25મી નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ માટે મેગા ઓક્શન (IPL Mega Auction) યોજાશે, અગામી સિઝન્સ માટે આ ઓક્શન ખુબ જ મહત્વપૂર્ણ છે. એવામાં એવા અહેવાલ મળી રહ્યા છે કે IPLની અગામી ત્રણ સિઝનની તારીખો નક્કી કરી દેવામાં આવી છે. IPL 2025ની સિઝન 14મી માર્ચથી શરૂ થશે અને તેની ફાઇનલ 25 મેના રોજ થશે. 2026ની સિઝન 15 માર્ચથી 31 મે વચ્ચે રમાશે જ્યારે 2027ની સિઝન 14 માર્ચથી 30 મે વચ્ચે રમાશે.
એક મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુરુવારે તમામ ફ્રેન્ચાઈઝીને તારીખોના સંબંધમાં ઈમેલ મોકલવામાં આવ્યો છે. ઈ-મેઈલમાં, આઈપીએલે ફ્રેન્ચાઈઝીઓને ટુર્નામેન્ટની તારીખોની વિન્ડો આપી હતી. અગાઉની ત્રણ સિઝનની જેમ જ 2025ની સિઝનમાં 74 મેચ રમાશે, જે છે. જોકે આઈપીએલ 2022માં 84 મેચ હતી.
Also Read – રવિવારના મેગા ઑક્શનમાં સૌથી પહેલી બોલી કોના નામ પર લાગશે? 15થી 20 કરોડ રૂપિયાનો સોદો થઈ શકે…
નવા મીડિયા રાઈટ્સ સાઈકલ માટેના ટેન્ડર ડોક્યુમેન્ટમાં, IPL એ સિઝન દીઠ મેચોની યાદી આપી હતી. આ મુજબ, 2023 અને 2024માં 74-74 મેચ, 2025 અને 2026માં 84-84 મેચ અને 2027 માટે 94 મેચો છે.
Also Read – IND vs AUS: કેએલ રાહુલ આઉટ ન હતો! વીડિયો જોઇને તમે જ નક્કી કરો
ખેલાડીઓને મળી મંજૂરી છે:
મોટાભાગના વિદેશી ખેલાડીઓને આગામી ત્રણ વર્ષ માટે IPLમાં રમવા માટે તેમના સંબંધિત બોર્ડ પાસેથી મંજૂરી મળી ગઈ છે, જેમાં પાકિસ્તાનનો સમાવેશ થતો નથી. બંને દેશોની સરકારો વચ્ચેના રાજકીય મડાગાંઠને કારણે પાકિસ્તાનના ખેલાડીઓ 2008 બાદ IPLમાં રમ્યા નથી.
આ ખેલાડીઓને મેગા ઓક્શનમાં એન્ટ્રી:
BCCIએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર, ભારતીય મૂળના અમેરિકન ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવાલકર અને મુંબઈના અનકેપ્ડ વિકેટકીપર-બેટ્સમેન હાર્દિક તમોરને રવિવાર અને સોમવારે જેદ્દાહમાં યોજાનારી બે દિવસીય મેગા ઓક્શનમાં સામેલ કરવાનો પણ નિર્ણય લીધો છે.