મોહમ્મદ શમી વિશે બીસીસીઆઇનો મહત્ત્વનો ફિટનેસ રિપોર્ટ આવી ગયો…ઑસ્ટ્રેલિયા જશે કે નહીં?
નવી દિલ્હીઃ બીસીસીઆઇએ એક વર્ષ કરતાં વધુ સમયથી અનફિટ હોવાને કારણે ટીમ ઇન્ડિયાની બહાર રાખવામાં આવેલા પેસ બોલર મોહમ્મદ શમીની ફિટનેસ વિશે અત્યંત મહત્ત્વનો અહેવાલ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. શમીના ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસ વિશેનું ભાવિ આ અહેવાલ પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
આ પણ વાંચો : પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ
થોડા દિવસ પહેલાં બેન્ગલૂરુમાં નૅશનલ ક્રિકેટ ઍકેડેમી ખાતે શમીની ફિટનેસ વિશે ચકાસણી થઈ હતી જેના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શમી હજી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટે પૂરેપૂરો ફિટ નથી.
બીસીસીઆઇની તબીબી ટીમને જાણવા મળ્યું છે કે શમી ઘૂંટણની ઈજામાંથી હજી પૂરેપૂરો મુક્ત નથી થયો. ક્રિકેટ બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે શમી બોર્ડર-ગાવસકર ટ્રોફીની બાકીની બે ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયા નહીં જાય.
શમીના ડાબા ઘૂંટણમાં હજી સોજો છે. ઑસ્ટ્રેલિયામાં તેણે વર્ક-લૉડનો સામનો કરવો પડશે. તેણે લાંબા સમય બાદ ફરી ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને એમાં લાંબા સ્પેલમાં બોલિંગ કરી એટલે તેની ઘૂંટણની ઈજા વકરી ગઈ છે. શમીએ રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ સામેની મૅચમાં બેંગાલ વતી રમીને 43 ઓવર બોલિંગ કરી હતી.
આ પણ વાંચો : ગિલ કે જયસ્વાલ નહીં આ ખેલાડી બની શકે છે GOAT, દિનેશ કાર્તિકે કરી ભવિષ્યવાણી…
શમી રણજી ટ્રોફીની અમુક મૅચોમાં રમ્યા પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. ત્યાર પછી તે હવે વિજય હઝારે ટ્રોફીમાં હજી સુધી નથી જોવા મળ્યો.