બીસીસીઆઈએ એસીસીને પત્ર લખ્યો, એશિયા કપની ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી...
સ્પોર્ટસ

બીસીસીઆઈએ એસીસીને પત્ર લખ્યો, એશિયા કપની ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી…

મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025 જીત્યો હતો. તેમજ પાકિસ્તાનના મોહસીન નકવીને હાથે ટ્રોફી સ્વીકારવો ઇનકાર કરીને પ્રતિકાત્મક રીતે ઉજવણી કરી હતી. જોકે, હવે બીસીસીઆઈએ એસીસીને પત્ર લખીને આ ટ્રોફી ભારતને સોંપવા માંગ કરી છે.

જેમાં ભારતે એસીસીના પ્રમુખ મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેની બાદ મોહસીન નકવી ટ્રોફી લઈને દુબઈ જતા રહ્યા હતા અને ટ્રોફીને એસીસીની ઓફીસમાં સોંપી દીધી હતી. તેમજ કહ્યું હતું કે ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટ્રોફી એસીસીની ઓફીસમાંથી કલેકટ કરવી પડશે.

મોહસીન નકવીને એક સત્તાવાર ઈમેલ મોકલવામાં આવ્યો

જયારે બીસીસીઆઈએ એસીસીના પ્રમુખ મોહસીન નકવીને એક સત્તાવાર ઈમેલ મોકલીને વિજેતા ટીમને ઝડપથી ટ્રોફી સોંપવા માંગ કરી હતી. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, એમ એસીસીને પત્ર લખીને ટ્રોફી ચેમ્પિયન ટીમને સોંપવાની માંગ કરી છે. અમે તેમના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યા છે. તેમજ આ અંગે જો કોઈ જવાબ નહી મળે તો અને આઈસીસીએ પત્ર લખીશું.

મુદ્દાને આઈસીસી સુધી લઈ જવામાં આવશે.

દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે જો મોહસીન નકવી એશિયા કપનો ટ્રોફી આપવા સંમત નહી થાય તો બીસીસીઆઈ કડક પગલા લેશે. તેમજ ભારત આટલેથી નહી અટકે અને મુદ્દાને આઈસીસી સુધી લઈ જવામાં આવશે.

આ પણ વાંચો…એશિયા કપ 2025 ટ્રોફી લઈ ગયા બાદ મોહસીન નકવીએ માફી માંગી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button