ન્યૂ ઝીલેન્ડ સામે હાર બાદ બીસીસીઆઇનો મોટો નિર્ણયઃ રાહુલ અને જુરેલ ઇન્ડિયા-એ માં સામેલ…
મુંબઇઃ ન્યૂ ઝીલેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં 3-0થી હાર મળ્યા બાદ બીસીસીઆઇ એક્શનમાં જોવા મળ્યું છે. બીસીસીઆઇએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ અગાઉ મોટો નિર્ણય લેતા વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલનો ઇન્ડિયા-એની ટીમમાં સમાવેશ કર્યો છે.
આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કિપર બેટ્સમેને નિવૃત્તિ જાહેર કરી, આવી રહી ક્રિકેટની કારકિર્દી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇન્ડિયા-એ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે હાલમાં ત્રણ મેચોની બિનસત્તાવાર ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 7 નવેમ્બરથી શરૂ થનારી બીજી ટેસ્ટ મેચ માટે મોટો નિર્ણય લીધો છે. બોર્ડે રવિવારે આ મેચ માટે કેએલ રાહુલ અને ધ્રુવ જુરેલને ઓસ્ટ્રેલિયા મોકલવાનો નિર્ણય કર્યો હતો.
બંને વિકેટકીપર બેટ્સમેનોને 22 નવેમ્બરથી શરૂ થનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે પણ પસંદ કરવામાં આવ્યા છે. આ મેચ પહેલા બોર્ડે કેએલ રાહુલ અને ધ્રુવને ઓસ્ટ્રેલિયા-એ સામેની ટીમમાં સામેલ કર્યા છે. તે ગુરુવારથી રમાનારી મેચ માટે ઉડાન ભરશે.
કેએલ રાહુલ અને જુરેલ ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ હતા. રાહુલે આ સીરિઝની ઓપનિંગ મેચ રમી હતી. જો કે, તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને ટીમ મેનેજમેન્ટે તેના સ્થાને સરફરાઝ ખાનને સામેલ કર્યો હતો.
આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર જુરેલને ઋષભ પંતની વાપસી બાદ એકપણ મેચમાં તક મળી નથી.
આ પણ વાંચો : IND vs AUS Test series: BCCIએ આ બે ખેલાડીઓને વહેલા ઓસ્ટ્રેલિયા મોકલ્યા, આ કારણે લેવાયો નિર્ણય
ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્રવાસ માટે પસંદ કરાયેલા દરેક ખેલાડીને ઈજાની સમસ્યાનો સામનો કરવા માટે મેદાન પર સમય પસાર કરવાની તક આપવા માંગે છે.