BCCI ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે લઈ શકે છે મોટો નિર્ણય

નવી દિલ્હી: ટેસ્ટ, વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટને કારણે 365 દિવસ ક્રિકેટનું શેડયૂલ એકદમ પેક હોવાથી ખાસ કરીને યંગ ક્રિકેટરને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઈ મેચ ફી વધારવાનું વિચારી રહી છે.
બીસીસીઆઇ (Board of Control for Cricket in India-BCCI) દ્વારા યંગ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટ અને ટેસ્ટ મેચમાં રમવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે ખાસ કરીને મેચની ફી પણ વધારવાનો વિચાર ચાલી રહ્યો છે. આ બે ફોર્મેટમાં ક્રિકેટ રમ્યા પછી ખેલાડીઓની વેલ્યુ વધે છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.
ટેસ્ટ મેચ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમનાર ખેલાડીઓને ત્રણ ગણા વધુ ફી આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. જો કોઈ ખેલાડી આખી રણજી ટ્રોફી રમે છે તો તેને લગભગ 75 લાખ રૂપિયા આપવામાં આવવા જોઈને, તેમ જ કોઈ ખેલાડી જો એક વર્ષમાં બધી ટેસ્ટ મેચ રમે છે તો તેને 15 કરોડ રૂપિયા આપવામાં એવો પ્રસ્તાવ બીસીસીઆઇ સામે રજૂ કરવામાં આવ્યો છે.
જો કોઈ ખેલાડી રણજી ટ્રોફીની એક સિઝનમાં 10 મેચ રમે છે તો તેને 20 લાખ રૂપિયા આપવામાં આવે છે, આ રકમ ઇન્ડિયન પ્રીમીયર લીગ (IPL)ની હરાજી કરતાં પણ ઓછી હોવાથી ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટને બદલે આઇપીએલ રમવાનું વધુ પસંદ કરે છે. આ કારણને લીધે BCCI દ્વારા ફીમાં વધારો કરવાના પ્રસ્તાવ પર વિચાર ચાલી રહ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે બોર્ડ BCCI દ્વારા વર્ષ 2023-24 માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના એન્યુઅલ કોન્ટ્રેક લિસ્ટ જાહેર કરવામાં હતી. આ લિસ્ટમાં 30 ખેલાડી સાથે ઑક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 સુધી કરાર કર્યો હતો, જેમાં ચાર ખેલાડીને A+, છ ખેલાડીને A, પાંચ ખેલાડીને B અને 15 ખેલાડીને C ગ્રેડ હેઠળ રાખ્યા હતા.