સવા છ કરોડના હૅરી બ્રૂક પર બીસીસીઆઇનો પ્રતિબંધ, બ્રિટિશ બોર્ડને ‘ચેતવણી’
હરાજી બાદ આઇપીએલમાંથી નામ ખેંચી લેતાં બે વર્ષનો બૅન લાગુ કરાયો

નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડના 26 વર્ષીય રાઇટ-હૅન્ડ બૅટર હૅરી બ્રૂકે અગાઉ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમવાનું ગૌરવ મેળવ્યું હતું, પરંતુ આ વખતે તેણે કંઈક એવું કર્યું છે કે જેના કારણે આ ટૂર્નામેન્ટમાંથી તેણે હાથ ધોઈ નાખવા પડ્યા છે.
આઈપીએલમાં તેના ભાગ લેવા પર બે વર્ષનો પ્રતિબંધ લાગુ મૂકવામાં આવ્યો છે.
હૅરી બ્રૂકને દિલ્હી કૅપિટલ્સ (ડીસી)એ નવેમ્બરની હરાજીમાં 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેણે સતત બીજી સીઝનમાં યોગ્ય કારણ વિના પોતાનું નામ પાછું ખેંચી લીધું એ બદલ બીસીસીઆઈએ નવા નિયમ મુજબ આઈપીએલમાં તેના રમવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.
બીસીસીઆઈ એ આ પ્રતિબંધને લગતો પત્ર હૅરી બ્રૂક ઉપરાંત તેના દેશના ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડને પણ મોકલી આપ્યો છે. એ સાથે બીસીસીઆઈએ બ્રિટિશ બોર્ડને આડકતરી ચેતવણી આપી દીધી છે કે અમારી આ ટૂર્નામેન્ટ સાથે યોગ્ય વર્તન ન કરનાર વિદેશી ખેલાડીઓ સામે અમે કડક સાથે કામ લેવાનું શરૂ કર્યું છે.
ગયા વર્ષે આ કડક નિયમ નહોતો બન્યો એટલે હૅરી બ્રૂક પ્રતિબંધથી બચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે જૉસ બટલર વન-ડે તથા ટી-20 ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન તરીકે નિષ્ફળ ગયો હોવાથી તેના અનુગામી તરીકે હૅરી બ્રૂકનું નામ બોલાય છે. એ ઉપરાંત, તમામ ફૉર્મેટની ટીમના ખેલાડી તરીકે પણ તેને ફિટ મનાય છે.
આઇપીએલમાંથી નામ પાછું ખેંચી લેવા પાછળ વર્ક લૉડ મૅનેજમેન્ટ' પણ એક મહત્ત્વનું પરિબળ ગણાય છે. હૅરી બ્રૂકે
એક્સ’ પર લખ્યું છે કે `આગામી આઇપીએલમાંથી મારું નામ પાછું ખેંચી લેવાનો મુશ્કેલ નિર્ણય મારે લેવો પડ્યો છે. હું દિલ્હી કૅપિટલ્સ અને એના સપોર્ટર્સની માફી માગું છું. મને નાનપણથી ક્રિકેટ બેહદ પ્રિય છે અને મને મારા દેશ વતી રમવા મળે એવું મારું સપનું હતું જે સાકાર તો થયું છે, મને આ સર્વોચ્ચ સ્તરે રમવા મળે છે એ બદલ પોતાને ભાગ્યશાળી ગણું છું. મને જેમના માર્ગદર્શન પર પૂરો ભરોસો છે તેમનું માનીને મેં આઇપીએલ વિશેનો આ નિર્ણય લીધો છે. ઇંગ્લૅન્ડની ક્રિકેટનો અત્યારે અત્યંત મહત્ત્વનો સમય ચાલી રહ્યો છે અને હું આગામી સિરીઝો માટે પૂરેપૂરો તૈયાર રહેવા માગું છું.’
આ પણ વાંચો…ઑસ્ટ્રેલિયામાં મેં ભારતને હૅટ-ટ્રિક વિજય અપાવ્યો જ હોત, હવે ઇંગ્લેન્ડ સામે મને રમાડજો: પુજારા
હૅરી બ્રૂકે એક્સ' પર લખ્યું છે કે
આગામી આઇપીએલમાંથી મારું નામ પાછું ખેંચી લેવાનો મુશ્કેલ નિર્ણય મારે લેવો પડ્યો છે. હું દિલ્હી કૅપિટલ્સ અને એના સપોર્ટર્સની માફી માગું છું. મને નાનપણથી ક્રિકેટ બેહદ પ્રિય છે અને મને મારા દેશ વતી રમવા મળે એવું મારું સપનું હતું જે સાકાર તો થયું છે, મને આ સર્વોચ્ચ સ્તરે રમવા મળે છે એ બદલ પોતાને ભાગ્યશાળી ગણું છું. મને જેમના માર્ગદર્શન પર પૂરો ભરોસો છે તેમનું માનીને મેં આઇપીએલ વિશેનો આ નિર્ણય લીધો છે. ઇંગ્લૅન્ડની ક્રિકેટનો અત્યારે અત્યંત મહત્ત્વનો સમય ચાલી રહ્યો છે અને હું આગામી સિરીઝો માટે પૂરેપૂરો તૈયાર રહેવા માગું છું.’
હૅરી બ્રૂકે 24 ટેસ્ટમાં આઠ સદીની મદદથી 2,281 રન બનાવ્યા છે. વન-ડે અને ટી-20 ઇન્ટરનૅશનલમાં તેના નામે કુલ 70 મૅચમાં 1,600થી પણ વધુ રન છે.