સ્પોર્ટસ

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે BCCIએ ટીમની જાહેરાત કરી; આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન ખતમ થયા બાદ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે જવાની છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 20 જૂનથી પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. ટેસ્ટ ક્રિકેટના ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમ (India Under 19 cricket team) પણ જૂન મહિનામાં ઈંગ્લેન્ડનો પ્રવાસ પર જશે, જેના માટે BCCIએ ટીમ અને શેડ્યૂલની જાહેરાત કરી હતી.

BCCIએ જાહેર કરેલી ટીમમાં IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહેલા 14 વર્ષીય યુવા બેટર વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavsnshi)ને સ્થાન મળ્યું છે, જ્યારે CSK તરફથી રમતા આયુષ મહાત્રેય(Ayush Mhatre)ને ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: ભારત એશિયા કપ નહીં રમે: BCCIના નિર્ણયથી ACC સામે મોટું સંકટ

ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ તરફથી અને પછી IPLમાં CSK સારું પ્રદર્શન કરી રહેલા 17 વર્ષીય આયુષ મહાત્રેને BCCI એ મોટું ઇનામ આપ્યું છે, તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર જઈ રહેલી ભારતીય અંડર-19 ટીમનો કેપ્ટન બનવવામાં આવ્યો છે.

IPLમાં RRની ટીમ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઈટન્સ સામે 35 બોલમાં સદી ફટકારીને સૌને ચોંકાવી દીધા હતાં. IPLમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી તરીકે વૈભવે પોતાનું નામ નોંધાવ્યું હતું. વૈભવે તેની પહેલી IPL સિઝનમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 252 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હવે ICC ટુર્નામેન્ટમાં પણ IND vs PAK હાઈવોલ્ટેજ મેચ નહીં યોજાય? BCCIએ ICCને લખ્યો પત્ર

ભારતીય અંડર-19 ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ:

ભારતીય અંડર-19 ટીમનો આ પ્રવાસ 24 જૂનથી શરૂ થશે અને 23 જુલાઈ સુધી ચાલશે.
50 ઓવરની પ્રેક્ટિસ મેચ – 24 જૂન (લોફબરો યુનિવર્સિટી)
પહેલી વનડે – 27 જૂન (હોવ)
બીજી વનડે- 30 જૂન (નોર્થમ્પ્ટન)
ત્રીજી વનડે – 2 જુલાઈ (નોર્થમ્પ્ટન)
ચોથી વનડે – 5 જુલાઈ (વોર્સેસ્ટર)
પાંચમી વનડે – 7 જુલાઈ (વોર્સેસ્ટર)
પહેલી ચાર દિવસીય મેચ – 12-15 જુલાઈ (બેકનહામ)
બીજી ચાર દિવસીય મેચ – 20-23 જુલાઈ (ચેમ્સફોર્ડ)

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય અંડર-19 ટીમ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંઘ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનીલ પટેલ, યુધાજીત ગુહા, પ્રણવ રાઘવેન્દ્ર, મોહમ્મદ ઈનાન, આદિત્ય રાણા, અનમોલજીત સિંહ.
રિઝર્વ ખેલાડીઓ – નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button