સ્પોર્ટસ

જો પીએમ મોદી પાકિસ્તાન આવશે એટલે પછી…: યુનુસ ખાન બાદ હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી

કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એવો દમ વગરનો દાવો કર્યો છે કે આગામી ઑક્ટોબરમાં પાકિસ્તાનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવાની છે જેમાં આવવાનું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જો પીએમ મોદી પાકિસ્તાન આવશે તો પછી ફેબ્રુઆરીમાં ભારતીય ક્રિકેટ ટીમના ચૅમ્પિયન્સ ટ્રોફી માટેના પાકિસ્તાન-પ્રવાસ માટેનો માર્ગ મોકળો થઈ જશે.

આ પણ વાંચો: પાકિસ્તાને વડા પ્રધાન મોદીને મોકલ્યું આમંત્રણ, પાકિસ્તાનમાં યોજાશે આ મહત્વની સમિટ…

પાકિસ્તાનમાં શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ)માં સામેલ દેશોના સરકારી વડાઓની બે-દિવસીય મીટિંગ યોજાવાની છે. ભારતને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ હજી આ બેઠકમાં હાજરી આપવા સંબંધમાં ભારતે કોઈ પુષ્ટિ નથી આપી.

ભૂતપૂર્વ કૅપ્ટન યુનુસ ખાને તાજેતરમાં આઇસીસીના યંગેસ્ટ ચૅરમૅન બનેલા બીસીસીઆઇ-સેક્રેટરી જય શાહને ખેલ ભાવના શીખવાડવાની કોશિશ કરી હતી. યુનુસનો ઇશારો ભારત પોતાની ટીમને ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન મોકલે એ તરફનો હતો અને એ સંબંધમાં તેણે વિશ્ર્વના સૌથી શ્રીમંત ભારતીય ક્રિકેટ બોર્ડના વહીવટમાં છ વર્ષનો અનુભવ ધરાવતા જય શાહને ખેલ ભાવના વિશેની સમજ આપતી સૂફિયાણી વાતો કરી હતી.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટર્સ વચ્ચે ટક્કર: તારીખ, વાર, સમય અને સ્થળ નક્કી થઈ ગયા

હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી છે.
ખરેખર તો પાકિસ્તાન પાસેથી ગયા વર્ષે અડધો એશિયા કપ છીનવાઈ જતાં (એ ટૂર્નામેન્ટની મોટા ભાગની મૅચો શ્રીલંકામાં રાખવામાં આવતાં) પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નો ગરાસ લૂંટાઈ ગયો હતો. હવે પીસીબીને ડર છે કે ફેબ્રુઆરીની ચૅમ્પિન્સ ટ્રોફીની બાબતમાં પણ એવું થશે અને એટલે વારાફરતી એના ભૂતપૂર્વ ક્રિકેટર ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન તરફ આકર્ષવા માટેના નિષ્ફળ નુસખા અજમાવે છે.

બાસિત અલીએ કહ્યું છે કે ‘પીએમ મોદી જો ઑક્ટોબરમાં પાકિસ્તાન આવશે તો ભારતીય ટીમ પણ ફેબ્રુઆરીમાં આવશે એ નક્કી છે. જો મોદી નહીં આવે તો પછી મામલો આઇસીસીની અદાલતમાં જશે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button