સ્પોર્ટસ

પાકિસ્તાન ક્રિકેટમાં આ શું ચાલી રહ્યું છે! વધુ એક દિગ્ગજ પર મેચ ફિક્સિંગના આરોપ


લાહોર: પાકિસ્તાન ક્રિકેટ ટીમ મેદાનમાં રમત કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહે છે, પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) અને મેચ ફિક્સિંગનો સંબંધ પણ જુનો છે. પાકિસ્તાનના ઘણા ક્રિકેટરો પર મેચ ફિક્સિંગ(Match Fixing)ના આરોપ લાગી ચુક્યા છે. મોહમ્મદ અમીર, સલમાન બટ્ટ અને મોહમ્મદ આસિફ જેવા ખેલાડીઓ ગુના માટે જેલની સજા પણ ભોગવી રહ્યા છે. એવામાં પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિક (Shoaib Malik) પર બાસિત અલી(Basit Ali)એ મેચ ફિક્સિંગના ગંભીર આરોપો લગાવ્યા છે.

પાકિસ્તાનની ODI ડોમેસ્ટિક ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ કપમાં શોએબ મલિકની સ્ટેલિયન્સ ટીમના મેન્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. બાસિત અલીએ તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં કહ્યું છે કે મલિકને કોઈ પણ પક્ષના મેન્ટર ન બનવું જોઈએ, અને પછી તેના પર મેચ ફિક્સિંગના આરોપો લગાવ્યા.

બાસિત અલીએ દાવો કર્યો હતો કે શોએબ મલિકે પોતે રમીઝ રાજાને આપેલા ઈન્ટરવ્યુમાં જાણીજોઈને મેચ હારી ગયાનું સ્વીકાર્યું હતું. તેણે કહ્યું કે તે તેના પુરાવા પણ આપી શકે છે.

બાસિત અલીએ કહ્યું કે “જે દેશ વિશે વિચારતો નથી, તેની નિમણૂક મેન્ટર તરીકે કરવી જોઈએ નહીં. તેણે કબૂલ કર્યું છે કે તે જાણી જોઈને મેચ હારી ગયો હતો, તે મેન્ટર ન હોવો જોઈએ. જો તમારે પુરાવા જોઈએ તો હું આપીશ. રમીઝ રાજા સાહેબે શોએબનો ઇન્ટરવ્યુ લીધો હતો ત્યારે મલિક કબુલ્યું હતું.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અંગે બાસિત અલીએ શું કહ્યું?
પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહીં એ નક્કી નથી. બાસિત અલીએ દાવો કર્યો કે સમગ્ર નિર્ણય પીએમ નરેન્દ્ર મોદી પર આધાર રાખે છે. જય શાહને નિર્ણય લેવામાં મુશ્કેલી પડશે.

Show More

Related Articles

Back to top button
દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ… યંગ દેખાવવું છે? આ પાંચ લિપસ્ટિક શેડ્સ કરશે તમારી મદદ… મૂડ ફ્રેશ કરવા ડેસ્ક્ પર રાખો આ પ્લાન્ટ્સ