બરોડાની ટીમનો આ ત્રીજો પંડ્યા વળી કોણ છે?: વિજય હઝારેની એક મૅચમાં પાંચ સેન્ચુરી…

રાજકોટઃ અહીં બુધવારે વિજય હઝારે (Vijay Hazare) ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટની મૅચ હાઈ-સ્કોરિંગ થઈ જેમાં પાંચ બૅટ્સમેને સેન્ચુરી ફટકારી હતી અને છેવટે બરોડાએ હૈદરાબાદ સામે 37 રનથી વિજય મેળવ્યો હતો.
બરોડાની ટીમનો કૅપ્ટન કૃણાલ પંડ્યા છે. આ ટીમ વતી તેનો નાનો ભાઈ હાર્દિક પંડ્યા પણ રમતો હોય છે. બુધવારની રાજકોટની મૅચના પાંચ સેન્ચુરિયનમાં બરોડાનો ઓપનર નિત્ય જિતેન્દ્ર પંડ્યા (122 રન, 110 બૉલ, એક સિક્સર, બાર ફોર) પણ હતો. 19 વર્ષનો નિત્ય (Nitya) લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન છે. તે ઇન્ડિયા અન્ડર-19 વતી પણ રમી ચૂક્યો છે.
બુધવારે બરોડા વતી અમિત પાસી (127 રન, 93 બૉલ, સાત સિક્સર, બાર ફોર) અને કૃણાલ પંડ્યા (109 અણનમ, 63 બૉલ, એક સિક્સર, અઢાર ફોર)એ પણ સદી ફટકારી હતી. બરોડાના 4/417ના સ્કોર સામે હૈદરાબાદની ટીમ અભિરથ રેડ્ડી (130 રન) અને પ્રગ્નય રેડ્ડી (113 રન)ની સદી છતાં 49.5 ઓવરમાં 380 રન કરી શકી અને બરોડાનો રોમાંચક વિજય થયો હતો.
અન્ય કેટલીક મૅચોમાં શું બન્યું?
(1) જયપુરમાં મુંબઈએ સરફરાઝ ખાનના 157 રનની મદદથી આઠ વિકેટે 444 રન બનાવ્યા બાદ ગોવાની ટીમ અભિનવ તેજરાણા (100 રન)ની સદી છતાં નવ વિકેટે 357 રન કરી શકી અને મુંબઈનો 87 રનથી વિજય થયો હતો. ગોવાના અર્જુન તેન્ડુલકરને 78 રનમાં વિકેટ નહોતી મળી.
(2) રાજકોટમાં જમ્મુ-કાશ્મીરની ટીમ મોહમ્મદ શમીની બે તેમ જ આકાશ દીપ તથા મુકેશ કુમારની ચાર-ચાર વિકેટને લીધે 63 રન કરી શકી હતી અને બેન્ગાલે એક વિકેટે 64 રન કરી લીધા હતા.
(3) બેંગલૂરુમાં સૌરાષ્ટ્ર (7/254)નો આંધ્ર (10/180) સામે 74 રનથી વિજય થયો.
(4) અલુરમાં ગુજરાત (10/283)ની રેલવે (6/287) સામે હાર થઈ.
આ પણ વાંચો…રોહિત-વિરાટને હઝારે ટ્રોફીની બે મૅચ રમવાના કેટલા પૈસા મળ્યા જાણી લો…



