ઇન્દોર: હાલ ભારતમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (Syed Mushtaq Ali Trophy) ચાલી રહી છે, જેમાં દેશના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા દેખાડી રહ્યા છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં બરોડા અને સિક્કિમ વચ્ચે મેચ રમાઈ (Baroda vs Sikkim) રહી છે. આ મેચમાં બરોડાની ટીમે રેકોર્ડ બનાવ્યો છે. બારોડાના બેટ્સમેનોએ તાબડતોબ બેટિંગ કરીને 20 ઓવરમાં સ્કોર બોર્ડ પર 359 રન ખડકી દીધા હતાં.
બરોડાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. બરોડાના બેટ્સમેનોએ આવતાની સાથે જ એવા ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. બરોડાના ઓપનર શાશ્વત રાવત અને અભિમન્યુ સિંહ રાજપૂતે વિસ્ફોટક બેટિંગ કરી હતી.
બેટ્સમેનોનું પ્રદર્શન:
ટીમની પહેલી વિકેટ છઠ્ઠી ઓવરમાં પડી, ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 92 રન પર પહોંચી ગયો હતો. અભિમન્યુએ આઉટ થતા પહેલા માત્ર 17 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 સિક્સ અને 4 ફોર ફટકારી હતી. અન્ય ઓપનર શાશ્વત રાવતે 16 બોલમાં 43 રનની ઇનિંગ રમી. ત્રીજા નંબરે આવેલા ભાનુ પુનિયાએ કામલ કરી, તેણે 51 બોલમાં 134 રન ફટકાર્યા. તેણે ઇનિંગમાં 15 સિક્સ અને 5 ફોર ફટકારી.
20 ઓવરના અંતે બરોડાના બેટ્સમેનોએ ટીમનો સ્કોર 349 રન સુધી પહોંચાડી દીધો હતો, જયારે બરોડાની 5 વિકેટ પડી હતી.
આ પણ વાંચો…હૉકીમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, હૅટ-ટ્રિક ટાઇટલની સિદ્ધિ મેળવી
આ રેકોર્ડ્સ તૂટ્યા:
ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આ સૈથી મોટો સ્કોર છે. બરોડની ટીમે મેચ દરમિયાન કુલ 37 સિક્સર ફટકારી હતી. જે T20 મેચમાં કોઈપણ એક ટીમ દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ સિક્સર છે. થોડા દિવસ પહેલા જ ઝિમ્બાબ્વે અને ગામ્બિયા વચ્ચેની મેચમાં ઝિમ્બાબ્વેએ એક ઇનિંગમાં 27 સિક્સ ફટકારી હતી, થોડા દિવસોમાં આ રેકોર્ડ તૂટી ગયો છે.
એક સમય એવો હતો જ્યારે વન-ડેમાં 300 રન બનાવવા ખૂબ મુશ્કેલ હતા, સ્કોર 250 ની નજીક હોવા છતાં પણ મેચ જીતવાની શક્યતા પ્રબળ રહેતી. પરંતુ T20ના આગમન બાદ ક્રિકેટ ઘણું બદલાઈ ગયું છે, T20માં પણ 250 ના સ્કોર બનવા લાગ્યા છે .