સ્પોર્ટસ
લેવાન્ડૉવ્સ્કીનો જેટલામો ગોલ એટલામો બાર્સેલોનાનો વિજય, જાણો રસપ્રદ આંકડા
મૅડ્રિડ: બાર્સેલોનાએ ફૂટબોલર રોબર્ટ લેવાન્ડૉવ્સ્કીના ગોલની મદદથી સ્પૅનિશ લીગ સીઝનમાં ફરી એકવાર વિજયી આરંભ કર્યો હતો. બુધવારે બાર્સેલોનાએ ગેટાફી નામની ક્લબની ટીમને 1-0થી પરાજિત કરી હતી. પોલૅન્ડના લેવાન્ડૉવ્સ્કીએ મૅચની 19મી મિનિટમાં આ ગોલ કર્યો હતો.
લેવાન્ડૉવ્સ્કીએ સાતમી મૅચમાં સાતમો ગોલ કર્યો હતો, જ્યારે બાર્સેલોનાની આ સતત સાતમી જીત હતી.
લેવાન્ડૉવ્સ્કીએ રવિવારે વિલારિયલ સામેની મૅચમાં બાર્સેલોનાને વિજય અપાવ્યો હતો. એમાં તેણે બે ગોલ કર્યા હતા અને બાર્સેલોનાનો 5-2થી વિજય થયો હતો.
આ પણ વાંચો : અમેરિકાના પુરુષ ફૂટબોલર્સને કોચની સલાહ, ‘મહિલા ખેલાડીઓ પરથી પ્રેરણા લો’
બાર્સેલોના ક્લબે આપેલા આંકડા મુજબ બુધવારે લેવાન્ડૉવ્સ્કીએ જે ગોલ કર્યો એ બાર્સેલોનાનો 3,035મી મૅચમાં 6,500મો ગોલ હતો.
બાર્સેલોના ડિફેન્ડિંગ ચૅમ્પિયન રિયલ મૅડ્રિડથી ચાર પૉઇન્ટ આગળ છે.
Taboola Feed