સ્પોર્ટસ

બાંગ્લાદેશના આ ભૂતપૂર્વ કૅપ્ટને જાહેર કરી દીધી નિવૃત્તિ

નવી દિલ્હી: 139 ટી-20 ઇન્ટરનૅશનલ્સના અનુભવી અને 38 વર્ષીય ભૂતપૂર્વ બાંગ્લાદેશી કૅપ્ટન તથા ઑલરાઉન્ડર મહમુદુલ્લાએ જાહેર કર્યું છે કે તે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચોમાંથી રિટાયર થઈ રહ્યો છે. તેણે કહ્યું હતું કે ભારત સામેની વર્તમાન સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20 આ ફૉર્મેટની તેની અંતિમ મૅચ બનશે.

ભારત-બાંગ્લાદેશની ત્રીજી અને છેલ્લી ટી-20 શનિવાર, 12મી ઑકટોબરે હૈદરાબાદમાં રમાશે.
મહમુદુલ્લાએ 2007ની સાલમાં (ભારત સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ જીત્યું હતું એ અરસામાં) પ્રથમ ટી-20 મૅચ રમ્યો હતો. તેણે 139 મૅચમાં આઠ હાફ સેન્ચુરીની મદદથી 2,395 રન બનાવ્યા છે અને 40 વિકેટ લીધી છે.
મહમુદુલ્લાએ 2021માં ટેસ્ટ-ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લીધું હતું. 50 ટેસ્ટમાં તેના 2,914 રન હતા અને તેણે 43 વિકેટ લીધી હતી.

તેણે 232 વન-ડેમાં 5,386 રન છે અને તેણે 82 વિકેટ લીધી છે.
મહમુદુલ્લાએ કહ્યું હતું કે ‘ટી-20માંથી નિવૃત્ત થવાનો આ યોગ્ય સમય છે એવું મને લાગ્યું એટલે મેં નિર્ણય લઈ લીધો.’
તેણે એવું પણ કહ્યું હતું કે ‘2016ની સાલમાં મેં મૅચ-ફિનિશર બનવાના હેતુથી મારો બૅટિંગ-અપ્રોચ બદલ્યો હતો.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker