સ્પોર્ટસ

બાંગ્લાદેશનો ખેલાડી માથાની ઈજાને લીધે પૅવિલિયનમાં, સબસ્ટિટ્યૂટ ટેન્ઝિદે સિરીઝ જિતાડી આપી

ચટગાંવ (બાંગ્લાદેશ): સોમવારે અહીં સૌમ્ય સરકારને માથામાં ઈજા થતાં તેના સ્થાને કંકશન સબસ્ટિટ્યૂટ તરીકે રમવા આવેલા ટેન્ઝિદ હસને ત્રણ વિકેટ લીધા બાદ ચાર સિક્સર અને નવ ફોરની મદદથી 84 રન બનાવીને બાંગ્લાદેશને શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં વિજય અપાવ્યો હતો. પરિણામે, બાંગ્લાદેશે 2-1થી જીતી લીધી હતી.

સૌમ્ય બૉલ રોકવા ગયો ત્યારે તેનું માથું જમીન સાથે અથડાતાં તેને ગરદનમાં તથા માથામાં ઈજા થઈ હતી અને તેને ઝાંખુ દેખાવા લાગ્યું હતું.

શ્રીલંકાની ટીમે બૅટિંગ પસંદ કરી ત્યાર બાદ એણે જેનિથ લિયાનાગે અણનમ 101 રનની મદદથી 50 ઓવરમાં 235 રન બનાવી શકી હતી. ત્યાર પછી યજમાન ટીમે ઓવરમાં છ વિકેટે 237 રન બનાવીને જીત મેળવી હતી.

શ્રીલંકાના ફાસ્ટ બોલર લાહિરુ કુમારાએ ચાર અને સ્પિનર વનિન્દુ હસરંગાએ બે વિકેટ લીધી હતી, પણ તેમનો એ પર્ફોર્મન્સ એળે ગયો હતો. એક વિકેટ લેવા ઉપરાંત માત્ર 18 બૉલમાં ચાર સિક્સર અને પાંચ ફોરની મદદથી 48 રન બનાવનાર રિશાદ હોસેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

પ્રથમ વન-ડે બાંગ્લાદેશે છ વિકેટે અને બીજી વન-ડે શ્રીલંકાએ ત્રણ વિકેટે જીતી લીધી હતી.
હવે એક તરફ બાવીસ માર્ચે ભારતમાં આઇપીએલ શરૂ થશે ત્યાં બાંગ્લાદેશમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા