સ્પોર્ટસ

બાંગ્લાદેશ ઐતિહાસિક ટેસ્ટ-વિજયની નજીક

પાકિસ્તાનને ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વાર હરાવવાની તૈયારીમાં

રાવલપિંડી: અહીં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ હાઇ-સ્કોરિંગ બન્યા બાદ હવે નાટ્યાત્મક અંતની નજીકમાં છે. બાંગ્લાદેશ પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવવાની તૈયારીમાં છે.
આજે છેલ્લા દિવસે ઑફ-સ્પિનર મેહદી હસન મિરાઝે ચાર વિકેટ અને લેફ્ટ-આર્મ સ્પિનર શાકિબ અલ હસને ત્રણ વિકેટ લઈને પાકિસ્તાનને બીજા દાવમાં માત્ર 146 રનમાં ઑલઆઉટ કરાવ્યું હતું જેને પગલે બાંગ્લાદેશને જીતવા ફક્ત 30 રનનો લક્ષ્યાંક મળ્યો.

બાંગ્લાદેશ આ મૅચ પહેલાં પાકિસ્તાન સામે કુલ 13 ટેસ્ટ રમ્યું હતું જેમાંથી 12 મૅચ હાર્યું હતું. 2015ની સાલમાં એકમાત્ર ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી.
પાકિસ્તાનના બીજા દાવમાં વિકેટકીપર રિઝવાનના 51 રન હાઈએસ્ટ હતા.
પાકિસ્તાનના પ્રથમ દાવના 448/6 ડિક્લેર્ડના જવાબમાં બાંગ્લાદેશે શનિવારે ચોથા દિવસે 565 રન બનાવીને 117 રનની લીડ લીધી હતી. શનિવારની દિવસની રમતને અંતે પાકિસ્તાનનો સ્કોર એક વિકેટે 23 રન હતો.

બાંગ્લાદેશને 565 રનનો ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર મુશ્ફીકુર રહીમે (191 રન, 341 બૉલ, એક સિક્સર, બાવીસ ફોર) અપાવ્યો હતો. જોકે તે કરીઅરની વધુ એક ટેસ્ટ ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તેને મોહમ્મદ અલીએ રિઝવાનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
રહીમ સ્ક્વેર કટ મારવા ગયો હતો, પણ તેના બૅટની કટ વાગ્યા પછી બૉલ સ્ટમ્પ્સની પાછળ રિઝવાન ગયો હતો અને તેણે સીધો કૅચ પકડી લીધો હતો. રહીમ અને મેહદી હસન મિરાઝ (77 રન, 179 બૉલ, છ ફોર) વચ્ચે સાતમી વિકેટ માટે 196 રનની ભાગીદારી થઈ હતી.
બે મૅચવાળી સિરીઝની આ પ્રથમ ટેસ્ટ બાદ 30મી ઑગસ્ટથી જે બીજી અને અંતિમ ટેસ્ટ શરૂ થશે એ નિર્ણાયક બની રહેશે.

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…