કાનપુર ટેસ્ટ પહેલા બાંગ્લાદેશના આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી
કાનપુર: આવતી કાલે 27મી સપ્ટેમ્બરથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ (IND vs BAN 2nd Test) મેચ રમાશે, કાનપુર(Kanpur)માં રમાનારી આ મેચ પહેલા બાંગ્લાદેશ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને (Shakib Al Hasan) ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શાકિબ અલ હસન આવતીકાલે એટલે કે શુક્રવાર 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાનારી ભારત સામેની બીજી ટેસ્ટ મેચમાં રમશે. આ પછી, તે બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક શ્રેણી રમવા રમશે અને પછી તે રેડ બોલ ક્રિકેટને અલવિદા કહી દેશે.
શાકિબ અલ હસને જાહેરાત કરી છે કે દક્ષિણ આફ્રિકા સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં તે તેની છેલ્લી ટેસ્ટ મેચ રમશે. આ જાહેરાત ઉપરાંત, શાકિબે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી હતી. શાકિબ ભારત સામેની બીજી ટેસ્ટ પહેલા કાનપુરમાં મીડિયાને સંબોધિત કરી રહ્યો હતો, આ દરમિયાન તેણે નિવૃત્તિ વિશે માહિતી આપી હતી.
કાનપુર ટેસ્ટ પણ છેલ્લી શાકિબની છેલ્લી મેચ હોઈ શકે છે:
એક આહેવાલ મુજબ, ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ગુરુવારે જાહેરાત કરી હતી કે તેણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને આવતા મહિને મીરપુરમાં દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલું શ્રેણીની સમાપ્તિ સાથે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જો કે, એ નિશ્ચિત નથી કે શાકિબને આફ્રિકા સામેની સિરીઝમાં રમવા તેણે સુરક્ષા મંજૂરી મળશે કે કેમ. જો શાકિબ એ ટેસ્ટમાં રમી નહીં શકે તો ભારત સામે 27 સપ્ટેમ્બરથી શરૂ થનારી કાનપુર ટેસ્ટ તેની બાંગ્લાદેશ માટે છેલ્લી ટેસ્ટ બની શકે છે.
શાકિબે તાત્કાલિક અસરથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, તેનો અર્થ એ છે કે બાંગ્લાદેશની ટીમ આ ટેસ્ટ પછી ભારત સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે, ત્યારે તે તેમાં પસંદગી માટે શાકિબ ઉપલબ્ધ રહેશે નહીં. ટી-20 સિરીઝ માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત થવાની બાકી છે.
શાકિબ અલ હસન ફેબ્રુઆરી-માર્ચ સુધી વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રમતો જોવા મળી શકે છે, કારણ કે આવતા વર્ષે પાકિસ્તાનમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, જેમાં તે ઓલરાઉન્ડર તરીકે રમવાનો છે.
Also Read –