બાબર આઝમ નિવૃત્તિ લઇ રહ્યો છે? સોશિયલ મીડિયા ચર્ચાએ જોર પકડ્યું

રાવલપીંડી: બાંગ્લાદેશ સામે સામે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની સિરીઝમાં ખેલાડીઓના નબળા પ્રદર્શનને કારણે પ્રથમ મેચમાં પાકિસ્તાનને ઘર આંગણે જ હાર (PAK vs BAN) મળી હતી, જેને કારણે પાકિસ્તાનને ચાહકો નિરાશ થયા હતા. હવે બીજી મેચમાં જ પાકિસ્તાનના હાલ ખરાબ છે, એવામાં અફાવા ફેલાઈ હતી કે પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ નિવૃત્તિ લઇ રહ્યો છે.
બાંગ્લાદેશ સામે બીજી મેચમાં પણ બાબરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. રાવલપિંડીમાં બીજી ટેસ્ટ મેચમાં બાબર માત્ર 31 અને 11 જ રન બનાવી શક્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર બાબરની નિવૃત્તિ અંગેની નકલી પોસ્ટ વાયરલ થઇ હતી.
સોમવારે બપોરે કરવામાં થયેલી એક પોસ્ટમાં ટોચના ખેલાડીની નિવૃત્તિની ઘોષણાની જેમ જ શબ્દો લખવામાં આવ્યા હતાં, પ્રથમ નજરે આ પોસ્ટ સાચી જ લગતી હતી.
https://x.com/babaarazam258/status/1830519402971660391
આ પોસ્ટ બાદ વધુ એક પોસ્ટ કરવામાં આવી હતી. ‘બાબર આઝમ – પેરોડી’ હેન્ડલ પરથી બાબરની નિવૃત્તિની પોસ્ટમાં તેની મજાક ઉડાવવામાં આવી હતી.
બાબર છેલ્લા 12 મહિનામાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ગયા વર્ષે ભારતમાં ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન બાદ તેણે ODI કેપ્ટનશિપ ગુમાવી હતી. ODI અને ટેસ્ટમાં તેનું બેટિંગ ફોર્મ કારકિર્દીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું – તેણે 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 19ની એવરેજથી માત્ર 190 રન બનાવ્યા છે, જ્યારે ODIમાં તેની એવરેજ ઘટીને 34 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન T20I માં 38 ની એવરેજથી રન બનાવ્યા હતા.
Also Read –