બાબર મેદાન પર ઊતર્યો રોહિતનો વિક્રમ તોડવા, પણ ઝીરોમાં આઉટ થઈ ગયો

રાવલપિંડીઃ પાકિસ્તાને ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામેની તાજેતરની સિરીઝ 1-1થી ડ્રૉ કરી હતી, પરંતુ હવે ટી-20 શ્રેણીમાં પાકિસ્તાને સાઉથ આફ્રિકા સામે સિરીઝની પહેલી જ મૅચમાં પછડાટ ખાધી છે અને એ માટે સોશ્યલ મીડિયામાં ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ (Babar Azam)ને સૌથી વધુ જવાબદાર ગણાવવામાં આવી રહ્યો છે.
રોહિત શર્માનો એક વર્લ્ડ રેકૉર્ડ તોડવાની ઉતાવળમાં તે વહેલો આઉટ થઈ ગયો હતો. પાકિસ્તાનમાં બાબર ખૂબ લોકપ્રિય છે, પણ મંગળવારે તે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો અને ખાસ તેની બૅટિંગ જોવા આવેલા હજારો પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી તેના આગમનને વધાવી લીધું હતું.
જોકે બાબર હજી માંડ એક બૉલ રમ્યો ત્યાં તો બીજા બૉલ પર આઉટ થઈ ગયો હતો. તેને જોવા આવેલા લોકોનો તેના આગમન સમયનો ઉત્સાહ હજી તો ઓસર્યો નહોતો ત્યાં તો તે આઉટ થઈને પાછો આવી રહ્યો હતો.
Babar Azam vs Pakistan
— ħ (@shaheenhive) October 28, 2025
Believable player. pic.twitter.com/aZYK7WOQ5j
આપણ વાચો: બાબર આઝમ બની ગયો શાહીન આફ્રિદીનો ફિઝિયોથેરપિસ્ટ!
આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા ફાસ્ટ બોલર કૉર્બિન બૉશ્ચના બૉલમાં બાબરે કવરમાં રીઝા હેન્ડ્રિક્સને સાવ આસાન કૅચ આપી દીધો હતો. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા 4,231 રન સાથે મોખરે છે અને 4,223 રન બનાવનાર બાબરે તેનો વિશ્વવિક્રમ તોડવા માત્ર નવ રન બનાવવાના હતા, પરંતુ શૂન્ય (Zero)માં આઉટ થઈ ગયો હતો.

ઘણા મહિને ટી-20 રમવા આવેલા બાબર પર સલમાન આગાની આગેવાનીમાં રમનાર ટીમને પણ ઘણી અપેક્ષા હતી. ફખર ઝમાનને આરામ આપીને બાબરને ટીમમાં સમાવવામાં આવ્યો હતો અને વનડાઉનમાં મોકલવામાં આવ્યો હતો, પણ તે માંડ ચાર મિનિટ ક્રીઝમાં રહ્યો અને વિકેટ ગુમાવી બેઠો હતો.
સાઉથ આફ્રિકાએ ઓપનર રીઝા હેન્ડ્રિક્સના 60 રનની મદદથી 20 ઓવરમાં 194 રન કર્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18.1 ઓવરમાં 139 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો પંચાવન રનથી વિજય થયો હતો અને ત્રણ મૅચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.
આપણ વાચો: બાબર આઝમ વિરાટ કોહલી કરતાં મોંધુ બેટ વાપરે છે! જાણો બંનેની કિંમત
ટી-20ના ટોચના પાંચ રનમેકર્સ
રોહિત શર્મા (4,231 રન)
બાબર આઝમ (4,223 રન)
વિરાટ કોહલી (4,188 રન)
જૉસ બટલર (3,869 રન)
પૉલ સ્ટર્લિંગ (3,710 રન)



