સ્પોર્ટસ

Babar Azam is back: PCBનો મોટો નિર્ણય, બાબર આઝમને ફરી કેપ્ટન બનાવ્યો, જાણો શું છે કારણ

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ મહત્વનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ(Babar Azam)ને ફરીથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket team)નો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે બાબર T20 અને ODI ફોર્મેટમાં પાકિસ્તાન ટીમની આગેવાની કરશે. જ્યારે શાન મસૂદ ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ પસંદગી સમિતિની ભલામણ બાદ બાબરને આ જવાબદારી સોંપી છે.

ગત વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ શાહીન શાહ આફ્રિદીને ટી20માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જ્યારે ટેસ્ટ ટીમની કમાન શાન મસૂદને સોંપવામાં આવી હતી. જો કે કેપ્ટન બદલ્યા બાદ પણ પાકિસ્તાન ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.

પાકિસ્તાનની ટીમ ODI વર્લ્ડ કપ 2023માં ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમ 9 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને રહી હતી. બાબર પોતે પણ બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. ઘણા દિગ્ગજો અને ચાહકોએ તેમની આકરી ટીકા કરી હતી. ત્યાર બાદ બાબરે 15 નવેમ્બર 2023ના રોજ પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી.

સોશિયલ મડીયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી એક પોસ્ટમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે લખ્યું: “બાબર આઝમની વ્હાઈટ બોલ ક્રિકેટ(ODI અને T20I) માટે ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરવામાં આવી છે. PCBની પસંદગી સમિતિની સર્વસંમતિથી ભલામણને પગલે, પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ બાબર આઝમને વ્હાઈટ બોલ ક્રિકેટ માટે પાકિસ્તાન પુરુષો ટીમના કેપ્ટન તરીકે નિમણૂક કરી છે..”

બાબર શાહીન શાહ આફ્રિદીની જગ્યાએ ટીમના T20I ની કેપ્ટનશિપ સંભાળશે. આફ્રિદીની કેપ્ટન હેઠળની પ્રથમ T20I સિરીઝમાં પાકિસ્તાનની ટીમને 4-1થી હાર મળી હતી. જેથી તેની કેપ્ટન તરીકેની નિમણૂક પર પ્રશ્ન ઉઠ્યા હતા. બાબરની નિમણૂક સાથે, શાહીન શાહ આફ્રિદીને ફટકો પડ્યો છે, જેને ટી20 વર્લ્ડ કપમાં દેશનું નેતૃત્વ કરવાની આશા હતી.

શાન મસૂદ વર્તમાન ટેસ્ટ કેપ્ટન છે, જેણે ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પાકિસ્તાનની હાર થઇ હતી. તેમ છતાં તે ટેસ્ટ ટીમનો કેપ્ટન રહેશે.

કેપ્ટન પદ પરત મળ્યા બાદ બાબરની પહેલી પરીક્ષા ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે પાંચ T20I સિરીઝમાં હશે, ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ ઇંગ્લેન્ડ સામે વધુ ચાર T20I મેચ રમશે. ત્યાર બાદ ખરી પરિક્ષા ટી20 વર્લ્ડ કપ હશે.

બાબર આઝમે અત્યાર સુધી 134 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ કરી છે. આ દરમિયાન ટીમે 78 મેચ જીતી છે. જ્યારે 44 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

1992ના વર્લ્ડ કપ વિજેતા ઈમરાન ખાન પછી બાબર બીજા સૌથી સફળ પાકિસ્તાની કેપ્ટન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા