સ્પોર્ટસ

બાબર આઝમે એવું તે શું કર્યું કે અમ્પાયરોની ફરિયાદ પછી તેની મૅચ ફી કાપી લેવાઈ?

દુબઈ/રાવલપિંડીઃ રવિવારે રાવલપિંડીમાં શ્રીલંકા સામેની ત્રીજી વન-ડેમાં પાકિસ્તાનનો ભૂતપૂર્વ સુકાની બાબર આઝમ (Babar Azam) લેગ-સ્પિનર જેફરી વૅન્ડરસેના બૉલમાં પોતાના 34 રનના સ્કોર પર ક્લીન બોલ્ડ થયો એટલે તેણે બૅટ (Bat) સ્ટમ્પ્સ પર ઝીંકી દીધું હતું જેને પરિણામે આઇસીસીના મૅચ રેફરી અલી નકવી દ્વારા તેની 10 ટકા મૅચ-ફી (Match fee) કાપી લેવામાં આવી છે તેમ જ તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ પણ લખી દેવામાં આવ્યો છે.

31 વર્ષીય બાબર આઝમે હજી બે દિવસ પહેલાં શ્રેણીની બીજી વન-ડેમાં વિક્રમજનક સેન્ચુરી (અણનમ 102 રન) ફટકારી હતી એટલે ખૂબ જોશમાં હતો અને એવામાં 34મા રને તેની ઇનિંગ્સ સમેટાઈ ગઈ એટલે હતાશ થયો હતો અને ક્રીઝ છોડતાં પહેલાં પોતાના પરનો ક્રોધ તેણે સ્ટમ્પ્સ પર કાઢ્યો હતો.

આપણ વાચો: બાબર આઝમ બની ગયો શાહીન આફ્રિદીનો ફિઝિયોથેરપિસ્ટ!

મેદાન પરના બન્ને અમ્પાયર, થર્ડ અમ્પાયર (ટીવી અમ્પાયર) તેમ જ ફૉર્થ અમ્પાયરે બાબર વિરુદ્ધ મૅચ રેફરીને ફરિયાદ કરી હતી.

બાબરે આઇસીસીની આચારસંહિતાની કલમ 2.2નું ઉલ્લંઘન કર્યું હતું. તેણે સુનાવણીમાં પોતાની કરતૂતની કબુલાત કરી હતી. 24 મહિનાના સમયગાળામાં બાબરના નામે એક ડીમેરિટ પૉઇન્ટ લખાયો છે અને જો વધુ પૉઇન્ટ લખાશે તો તેને એક કે બે મૅચમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. પાકિસ્તાને શ્રીલંકા સામેની આ શ્રેણી 3-0થી જીતી લીધી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button