આઈલા, ગિલે કોની સાથે કરી મોજ મસ્તી, જુઓ વાઈરલ પોસ્ટ!
મુંબઈઃ વન-ડે વર્લ્ડ કપ 2023ની લગભગ અડધોઅડધ મેચ પૂરી થવા આવી છે, જેમાં સેમી ફાઈનલનો તખ્તો પણ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. ભારતના ઘરઆંગણે રમાઈ રહેલા વર્લ્ડ કપની મેચમાં ભારતીય ટીમ ટોચના ક્રમે છે, ત્યારે ભારતીય ક્રિકેટર્સ લાઈમલાઈટમાં છે. ડ્રીમ ઈલેવનમાં પાછા ફરેલા શુભમન ગિલ પણ ચર્ચામાં છે. અગાઉ બીમાર થયા પછી ટીમ ઈન્ડિયામાં ગિલે ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી હજુ સુધી ટીમમાં શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી.
શુભમન ગિલ તાજેતરમાં નાના છ એક જેટલા ગલુડિયા સાથે મસ્તીની પળો માણતો જોવા મળ્યો હતો, જ્યારે તેની પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. ગિલની ફરતે એક નહીં છએક શ્વાન છે, જ્યારે પોસ્ટમાં કેપ્શનમાં ગિલે લખ્યું છે જીમ બડીઝ ટૂડેઝ. પાંચ કલાક પહેલા પોસ્ટ કરેલા ફોટોગ્રાફને અત્યાર સુધીમાં લાખો લોકોએ લાઈક આપી છે, જ્યારે છ હજારથી વધુ લોકોએ તેના પર કમેન્ટ કરી છે.
ગિલના ફોટોગ્રાફ પર સૂર્ય કુમાર યાદવથી લઈને યુઝવેન્દ્ર ચહલ સહિત અન્ય બેટરે લાઈક કરી છે, જ્યારે અમુક યૂઝરે તો કહ્યું છે સારા ભાભી ક્યારે લાઈક કરશે? શુભમન ગિલ ભારતીય ટીમના દરેક ખેલાડીનો લાડલો ખેલાડી છે, જેમાં સચિન તેંડુલકર હોય કે પછી લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર. લિટલ માસ્ટર તો શુભમન ગિલ નહીં, પણ સ્મુથમેન ગિલથી બોલાવે છે.
ડેન્ગ્યૂ થયા પછી ડ્રીમ ઈલેવનમાં એન્ટ્રી મળી છે, પરંતુ હજુ સુધી ગિલ તેની બેટિંગમાં એક સદી ફટકાર્યા સિવાય કોઈ ચમત્કાર જોવા મળ્યો નથી. મુંબઈનું મેદાન પણ તેના માટે લકી રહ્યું નથી, પરંતુ આગામી શ્રીલંકા સામેની મેચમાં સારું પ્રદર્શન દાખવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ભૂતપૂર્વ એશિયન ચેમ્પિયન શ્રી લંકાની ટીમ સામે ભારત જીતશે તો પણ વધુ ઊંચા ક્રમે પહોંચશે. તમારી જાણ ખાતર જણાવી દઈએ તો ગિલની ગર્લફ્રેન્ડમાં એક નહીં બે સારાનું નામ લેવાય છે, જ્યારે એરપોર્ટ પર ઉતર્યા પછી સતત ફોન પર બિઝી હોવાને કારણે લોકોને આશ્ચર્ય થયું હતું કે તે આટલી બધી કોની સાથે વાત કરે છે.