પપ્પા બનવાનો છે ટીમ ઇન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર
ટીમ ઈન્ડિયાના વધુ એક સ્ટાર ક્રિકેટરના ઘરમાં કિલકારીઓ ગુંજવા જઈ રહી છે. વિરાટ કોહલી બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલ પિતા બનવા જઈ રહ્યા છે. સોમવારે તેમણે સોશિયલ મીડિયા પર એક સુંદર વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી. અક્ષરે જાન્યુઆરી 2023માં વડોદરામાં એક ભવ્ય સમારંભમાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન મેહા સાથે લગ્ન કર્યા હતા. હવે તેમના જીવનમાં એક નાના મહેમાનનું આગમન થવાનું છે.
| Also Read: બાંગ્લાદેશને સસ્તામાં ઘરભેગું કરનારા ઈન્ડિયન બોલરે આપ્યું નિવેદન કે, જાણે પુનર્જન્મ લીધો…
અક્ષર પટેલે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ભાવનાત્મક વીડિયો શેર કર્યો છે અને પુષ્ટિ કરી છે કે તેઓ ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યા છે. દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓલરાઉન્ડરે વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, “એક મોટી ખુશી આવી રહી છે.”
તાજેતરમાં જ અક્ષર પટેલ ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા. શોમાં જ્યારે કપિલ શર્માએ તેમને પૂછ્યું કે તેમના ઘરે નવો મહેમાન ક્યારે આવશે, તો સ્ટાર ક્રિકેટરે કહ્યું કે ભગવાન ઈચ્છ હશે તો તેને જલ્દી સારા સમાચાર મળશે. આ શોના થોડા દિવસો બાદ જ અક્ષરે પુષ્ટિ કરી છે કે તેની પત્ની ગર્ભવતી છે અને તેમના ઘરમાં ખુબ ખુશીનો માહોલ છે.
અક્ષર પટેલે સોમવારે તેમના ઇન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ તેમની પત્ની મેહા પટેલ સાથે રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે. વીડિયોની શરૂઆત રમકડાં અને ભગવાન કૃષ્ણથી થાય છે અને ત્યારબાદ અક્ષરની પત્ની બેબી બમ્પ સાથે પોઝ આપતી જોવા મળે છે. લાલ સાડીમાં મેહા પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ પછી અક્ષર તેની આંખોમાં જુએ છે અને બંને એકબીજા સામે જોઈને હસતા હોય છે. આ વીડિયોને જોયા બાદ ફેન્સ ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે મજા લેતા કહ્યું હતું કે અરે બાપુ, કપિલ શર્માની ઈચ્છા આટલી જલ્દી પૂરી થઈ ગઈ.
| Also Read: T20 World Cup: અક્ષર પટેલે અદ્ભુત મૅચ-વિનિંગ કૅચ વિશે શું કહ્યું? તેના જ શબ્દોમાં જાણીએ…
ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર અક્ષર પટેલનું કદ છેલ્લા 2-3 વર્ષમાં ઘણું વધી ગયું છે. તેમણે તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અક્ષર પટેલે અત્યાર સુધીમાં 14 ટેસ્ટ, 60 વનડે અને 62 ટી20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. મર્યાદિત તકો મળવા છતાં તેમનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 181 વિકેટ લીધી છે.