ઑસ્ટ્રેલિયન અખબારે વિરાટ કોહલીને ‘કલાઉન કોહલી’ કહ્યો, ‘કર્મ’ની હેડલાઇનથી નિશાન બનાવ્યો…
મેલબર્ન: વિરાટ કોહલીને ઑસ્ટ્રેલિયન મીડિયા દ્વારા ફરી એક વાર અપમાનિત કરવામાં આવ્યો હતો, અને મેલબર્નમાં સૅમ કૉન્સ્ટૅસ સાથે સંકળાયેલી ઘટનાને પગલે તેને “ક્રાયબેબી” તરીકે ઓળખાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : કોહલીને ટીનેજ ઓપનર કૉન્સ્ટેસ સાથેની ટક્કર કેટલા રૂપિયામાં પડી જાણો છો?
વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયાના નવા યંગ ઓપનર સૅમ કૉન્સ્ટૅસને ખભો માર્યા પછી બન્ને પક્ષના ભૂતપૂર્વ ક્રિકેટરોએ કોહલીના આ વર્તનની ખૂબ ટીકા કરી હતી એટલું જ નહીં, ઑસ્ટ્રેલિયન મીડિયાએ પણ તેને છોડ્યો નથી. જે વ્યક્તિ કિંગ કોહલી કહેવાય છે તેને ઑસ્ટ્રેલિયાના એક અખબારે ક્લાઉન કોહલી કહીને જોકર તરીકે ચીતર્યો છે. આ જ અખબારની હેડલાઇનમાં વિરાટને રડકુ પણ કહેવામાં આવ્યો છે. આ અખબારમાં જોકર નોઝ બોલ સાથે કોહલીની છબી દર્શાવવામાં આવી હતી. અખબારમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે કોહલીએ સેમ કૉન્સ્ટૅસને ઈરાદાપૂર્વક ટક્કર મારી હતી.
જ્યારે વિરાટ કોહલી ગયા મહિને પર્થ પહોંચ્યો હતો, ત્યારે ઑસ્ટ્રેલિયન મીડિયાએ તેના આગમનને વધાવ્યું હતું. ભારતીય પ્રેક્ષકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક અખબારે હિન્દીમાં હેડલાઇન પણ આપી હતી, પણ હવે સૅમ કૉન્સ્ટૅસ સાથેની ઘટના બાદ ઑસ્ટ્રેલિયન મીડિયા દ્વારા કિંગ કોહલીને અપમાનિત કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : IND vs AUS 4th Test: ICCએ વિરાટ કોહલીને દંડ ફટકાર્યો, મેદાન પર કરેલી આ હરકત ભારે પડી
આ ઘટના બોર્ડર-ગાવસકર ટ્રોફી શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 10મી ઓવરના અંતે બની હતી . કૉન્સ્ટૅસ પાછલી ઓવરના અંતિમ બૉલનો સામનો કરીને, તેના ગ્લવ્ઝ એડજસ્ટ કરતી વખતે સીધો પિચના બીજા છેડા તરફ જઈ રહ્યો હતો. બીજી તરફ, કોહલી પિચની બહારથી ચાલીને સીધો કૉન્સ્ટૅસ સાથે ટકરાયો હતો. અમ્પાયર દખલ કરે તે પહેલા આ ઘટનાથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.