સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયનોએ ભારતીય મૂળના વિશ્વવિક્રમી સ્પિનર હર્ષિત સેઠ સહિત સાત સ્પિનરની મદદ લીધી…

દુબઈઃ અહીં એક તરફ દુબઈ નૅશનલ સ્ટેડિયમમાં ભારત અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની મહત્ત્વપૂર્ણ મૅચ ચાલી રહી હતી ત્યાં બીજી બાજુ દુબઈમાં જ હેડ-ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીની ઍકેડેમીના મેદાન પર સ્ટીવ સ્મિથના સુકાનમાં ઑસ્ટ્રેલિયન ટીમના બૅટર્સે ભારતીય મૂળના 20 વર્ષના યુવા સ્પિનર હર્ષિત સેઠ સહિત કુલ સાત નેટ બોલર પાસે બોલિંગ કરાવીને બૅટિંગ-પ્રૅક્ટિસ કરી હતી. આ સાતેય સ્પિનર હતા.

સ્મિથ અને ટ્રેવિસ હેડે થોડી જ બૅટિંગ પ્રૅક્ટિસ કરી હતી, પરંતુ ટીમના યુવા ખેલાડીઓએ ઘણી વાર સુધી સ્પિનરના સ્પિનમાં પોતાની બૅટિંગને મજબૂત કરવા પર ધ્યાન આપ્યું હતું.

Also read : સાઉથ આફ્રિકા સાત વિકેટે જીત્યું, ઇંગ્લૅન્ડ સતત આટલામી વન-ડેમાં પરાજિત

આ તમામ સ્પિનર આઇસીસી ઍકેડેમી સાથે જોડાયેલા છે અને હર્ષિત સેઠ મૂળ ભારતનો છે. લેફ્ટ-આર્મ સ્પિનર હર્ષિતે થોડા સમય પહેલાં એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે દુબઈમાં અન્ડર-19 ગ્લોબલ લીગ ટૂર્નામેન્ટમાં ડબલ હૅટ-ટ્રિક લેનાર વિશ્વનો સૌથી યુવા બોલર બન્યો હતો. તેણે 2021માં પાકિસ્તાનની અન્ડર-19 ટીમ સામેની મૅચમાં લાગલગાટ છ બૉલમાં છ વિકેટ લીધી હતી.

રવિવારની પ્રૅક્ટિસ બાદ હર્ષિત સેઠે પીટીઆઇને જણાવ્યું હતું કે `ઑસ્ટ્રેલિયાના બૅટર્સે અમને અમુક ખાસ લેન્ગ્થમાં બૉલ ફેંકવા કહ્યું હતું જે જેમાં તેઓ આસાનીથી ડ્રાઇવ અને ફ્લિક કરી શકે.

હર્ષિત સેઠ યુએઇ વતી ઘણી મૅચો રમી ચૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button