સ્પોર્ટસ

ઑસ્ટ્રેલિયાનો ૩૦૯ રનથી વિજય

મેક્સવેલે ફટકારી વન-ડે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી

સદીઓ:નવી દિલ્હીમાં નેધરલૅન્ડસ સામે સદી કરનારા ઑસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (૧૦૬ રન) અને ડેવિડ વોર્નર (૧૦૪ રન). ગ્લેન મેક્સવેલે ૪૦ બોલમાં કરેલી સદી વિશ્ર્વ કપની સૌથી ઝડપી હતી. ઑસ્ટ્રેલિયાએ પચાસ ઓવરમાં આઠ વિકેટે ૩૯૯ રન કર્યા હતા. (પીટીઆઈ)

નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયાએ અહીં બુધવારે નેધરલેન્ડ્સને ૩૦૯ રનથી હરાવ્યું હતું. નેધરલેન્ડ્સની ટીમ ૨૧ ઑવરમાં ૯૦ રન કરીને આઉટ થઇ ગઇ હતી.

ઑસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે વન-ડે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી ઇતિહાસ રચ્યો હતો. ૪૦ બોલમાં ૮ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. તે ૪૪ બોલમાં ૯ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૧૦૬ રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એડન માર્કરમનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ પહેલા આ જ વર્લ્ડ કપમાં એડન માર્કરમે શ્રીલંકા સામે રમાયેલી મેચમાં ૪૯ રનમાં સદી ફટકારી હતી. ઑસ્ટ્રેલિયાએ ૩૯૯ રન કર્યા હતા.

મેક્સવેલ ૩૯.૧ ઓવરમાં છઠ્ઠી વિકેટ માટે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે ૪૮.૫ ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. એટલે કે તેણે ઈનિંગની ૧૦થી ઓછી ઓવરમાં પોતાની સદી પૂરી કરી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker