સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયાની મહિલાઓ સેમિ ફાઇનલની લગોલગ

વિશાખાપટનમઃ ઑસ્ટ્રેલિયાએ અહીં ગુરુવારે મહિલાઓના વર્લ્ડ કપ (World Cup)માં બાંગ્લાદેશને 151 બૉલ અને 10 વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું અને સેમિ ફાઇનલમાં એન્ટ્રી લગભગ કરી લીધી હતી.
બાંગ્લાદેશે (BANGLADESH) નવ વિકેટે 198 રન કર્યા બાદ વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા (Australia)એ કૅપ્ટન અલીઝા હિલી (113 અણનમ, 77 બૉલ, વીસ ફોર) અને ફૉબે લિચફીલ્ડ (84 અણનમ, 72 બૉલ, એક સિક્સર, બાર ફોર)ની ઓપનિંગ જોડીએ 24.5 ઓવરમાં 202 રન બનાવી લીધા હતા.

આ પણ વાંચો : પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની બહાર લગભગ ફેંકાઈ જ ગયું
શુક્રવારે કોલંબોમાં વરસાદના માહોલ વચ્ચે શ્રીલંકા અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે.
ભારત પૉઇન્ટ્સમાં ચોથા સ્થાને છે અને ભારતની આગામી મૅચ રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) ઇન્દોરમાં ઇંગ્લૅન્ડ સામે રમાશે.