ધર્મશાલાઃ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 27મી મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાએ આઠ ઓવરમાં વિકેટ ગુમાવ્યા વગર 93 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડે આક્રમક શરૂઆત કરી છે.
ન્યૂઝીલેન્ડની ટીમ ધરમશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં સેમિફાઇનલમાં પોતાનો દાવો મજબૂત કરવા ઉતરી છે. જ્યારે આ મેચ ઓસ્ટ્રેલિયન ટીમ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે હવે જો ઓસ્ટ્રેલિયા લીગની એક પણ મેચ હારી જાય તો ટીમનો સેમિફાઇનલમાં પ્રવેશવાનો માર્ગ બહુ મુશ્કેલ બની જશે.
બન્ને ટીમોએ એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડમાં એક ફેરફાર થયો છે. માર્ક ચેપમેન ઈજાને કારણે બહાર છે. તેની જગ્યાએ જેમ્સ નીશમને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં પણ એક ફેરફાર કરવામાં આવ્યો છે. કેમરૂન ગ્રીનના સ્થાને ટ્રેવિસ હેડને તક આપવામાં આવી છે.
આ વર્લ્ડ કપમાં બંને ટીમોની આ છઠ્ઠી મેચ છે. ઓસ્ટ્રેલિયાએ પાંચમાંથી ત્રણ જીતી છે અને બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ ન્યુઝીલેન્ડે પાંચમાંથી ચારમાં જીત મેળવી છે અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને