સ્પોર્ટસ

હૅઝલવૂડ પછી હવે ટ્રૅવિસ હેડ પણ ટીમની બહાર, ભારતને ગુરુવારે જીતવાનો મોકો…

કૅરારા (ગોલ્ડ કોસ્ટ): ભારત અને ઑસ્ટ્રેલિયાની મેન્સ ટીમ પાંચ ટી-20ની સિરીઝમાં 1-1ની બરાબરીમાં છે અને ગુરુવારે શ્રેણીની ચોથી મૅચ (બપોરે 1.45 વાગ્યાથી) જીતનારી ટીમ 2-1થી સરસાઈ મેળવી શકશે. આ કામ ઑસ્ટ્રેલિયા (Australia) કરતાં ભારત (India) માટે થોડું સહેલું છે, કારણકે જૉશ હૅઝલવૂડ બાદ હવે ટ્રૅવિસ હેડ પણ ઑસ્ટ્રેલિયાની ટીમમાં નથી જેનો સૂર્યકુમાર યાદવ અને તેની ટીમ ફાયદો લઈ શકે.

હૅઝલવૂડ પાછલી મૅચથી જ ટીમની બહાર હતો અને ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝ પહેલાંની શેફીલ્ડ શીલ્ડ ટૂર્નામેન્ટમાં જોડાયો હતો. આક્રમક ઓપનર ટ્રૅવિસ હેડ ચોથી મૅચથી (ગુરુવારથી) ટીમની બહાર છે એટલે યજમાન ટીમની બૅટિંગ લાઇન-અપ થોડી નબળી પડશે.

ભારતની સંભવિત ઇલેવનઃ સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, જિતેશ શર્મા (વિકેટકીપર), શિવમ દુબે, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

ઑસ્ટ્રેલિયાની સંભવિત ઇલેવનઃ મિચલ માર્શ (કૅપ્ટન), જૉશ ઇંગ્લિસ (વિકેટકીપર), મૅથ્યૂ શૉર્ટ, ટિમ ડેવિડ, મિચ ઑવેન, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મૅક્સવેલ, ઝેવિયર બાર્ટલેટ, બેન ડ્વારસુઇસ, નૅથન એલિસ અને મૅટ કુહનેમન.

આ પણ વાંચો…એક ધારણા સાચી પડી, રિષભ પંતનું ટીમમાં કમબૅકઃ બીજું અનુમાન ખોટું પડ્યું, શમીની ફરી બાદબાકી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button