રો-કોની ધમાકેદાર ઇનિંગ્સ જોઈને કૉમેન્ટેટર આંખોમાં આંસુ આવતા રોકી ન શક્યા!

સિડની: રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ટાઈમ હવે ગયો અને તેમણે હવે સંપૂર્ણ નિવૃત્તિ લઈ લેવી જોઈએ એવું માનતા તેમના ટીકાકારોની બંને દિગ્ગજોએ શનિવારે ધમાકેદાર ઇનિંગ્સ રમીને બોલતી બંધ કરી દીધી હતી. ભારતના બંને મહારથીઓની 168 રનની અતૂટ ભાગીદારી જોઈને સિડનીના કૉમેન્ટરી બૉક્સમાં ઊભેલા એક કૉમેન્ટેટર ભાવુક થઈ ગયા હતા. તેઓ આંખોમાં આંસુ આવતાં રોકી નહોતા શક્યા અને એનો વિડીયો તેમ જ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
રોહિતે (Rohit) અણનમ 121 રનની ઇનિંગ્સ સાથે 50મી આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી હતી. કિંગ કોહલી (Kohli) 74 રને અણનમ રહ્યો હતો. બન્ને પીઢ બૅટ્સમેનની ઑસ્ટ્રેલિયામાં આ કદાચ છેલ્લી મૅચ હતી. તેમની યાદગાર ઇનિંગ્સની મદદથી ભારતે 69 બૉલ અને નવ વિકેટ બાકી રાખીને વિજય મેળવ્યો હતો. રો-કો તરીકે જાણીતા રોહિત-કોહલીએ ઑસ્ટ્રેલિયાને ભારત સામે વાઈટવૉશથી પહેલી જીત મેળવતા રોક્યું હતું. રોહિતે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા, જયારે બન્નેએ ભેગા મળીને કુલ 20 ફોર ફટકારી હતી.
રોહિત-કોહલી કરીઅરના તેમના સર્વશ્રેષ્ઠ સમય જેવી ઇનિંગ્સ રમ્યા હતા અને તેમણે બતાવી આપ્યું હતું કે તેઓ હજી પણ મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને ટીમને વિજય અપાવી શકે છે અને ટીમને તેમની હજી ઘણી જરૂર છે.
“Virat Kohli and Rohit Sharma on their last night in Australia. Not even Mick Jagger and Keith Richards could have played it better.” – @GerardWhateley
— SEN Cricket (@SEN_Cricket) October 25, 2025
A night we’ll never forget in Sydney. Virat and Rohit sign off from these shores in style #AUSvIND pic.twitter.com/e7pDwdMVpM
રોહિત-કોહલી ભારતને જિતાડી રહ્યા હતા અને સાથી કૉમેન્ટેટર માઈક પર બન્નેના ભરપૂર વખાણ કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ ઊભેલા એક કૉમેન્ટેટર (commentator) માઈક પર કંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતા અને ઈમોશનલ થઈને ભારતની આ શ્રેષ્ઠ જોડીની બૅટિંગ માણી રહ્યા હતા.
ક્રિકેટ પ્રેમીઓને હવે ફરી રોહિત-કોહલીની બૅટિંગ આવતાં મહિને માણવા મળશે. 30મી નવેમ્બરથી ભારતમાં સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝ શરૂ થશે.
આ પણ વાંચો…કોહલીએ ગિલને ડાબા હાથથી ખેંચ્યો અને કહ્યું, `સાંભળ, હું શું કહું છું’



