સ્પોર્ટસ

હવે અકરમ નહીં, પણ સ્ટાર્ક વિશ્વનો નંબર વન લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર…

બ્રિસબેન: ઇંગ્લૅન્ડ સામે બ્રિસબેનના ગૅબા (Gabba)માં આજે શરૂ થયેલી પિન્ક બૉલ ડે-નાઈટ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાના મિચલ સ્ટાર્ક (Starc)ને સૌથી વધુ ટેસ્ટ વિકેટની દ્રષ્ટિએ વિશ્વના સર્વશ્રેષ્ઠ લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર તરીકેનો પાકિસ્તાનના વસીમ અકરમ (Akram)નો વર્લ્ડ રેકોર્ડ તોડવા ફક્ત ત્રણ વિકેટની જરૂર હતી જે તેણે મેળવી લીધી છે. હવે આ લિસ્ટમાં સ્ટાર્ક 415 વિકેટ સાથે મોખરે છે. અકરમની 414 વિકેટ છે, જયારે શ્રીલંકાનો ચામિન્ડા વાસ (355 વિકેટ) ત્રીજા સ્થાને છે.

આજના પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડે પ્રથમ બૅટિંગ લીધા પછી ડિનરના બ્રેક સુધીમાં ચાર વિકેટે 197 રન કર્યા હતા.

મિચલ સ્ટાર્કે બેન ડકેટ (0) તથા ઑલી પૉપ (0)ને શૂન્યમાં આઉટ કર્યા બાદ હૅરી બ્રુક (31 રન)ની પણ વિકેટ લીધી હતી. ઝેક ક્રોવ્લી (76 રન)ની ચોથી વિકેટ માઇકલ નેસરે મેળવી હતી.

ડિનરના બ્રેક બાદ જો રૂટ 70 રને અને કેપ્ટન બેન સ્ટૉક્સ 14 રને દાવમાં હતા. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0થી આગળ છે. પર્થની પહેલી ટેસ્ટ બે જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી.

આ પણ વાંચો…IND vs AUS: ‘હું તારાથી ફાસ્ટ બોલિંગ કરું છું…’ મિચેલ સ્ટાર્કે હર્ષિત રાણા આવું કેમ કહ્યું?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button