IPL 2024સ્પોર્ટસ

ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલમાં, રવિવારે ભારત સામે ટક્કર

બાય બાય ચોકર્સઃ 3 વિકેટથી દક્ષિણ આફ્રિકાને કાંગારુઓએ હરાવ્યા

કોલકત્તાઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપની બીજી સેમી ફાઈનલ મેચ આજે અહીંના ઈડન ગાર્ડન ખાતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાએ બેટિંગ લઈને 212 રનનો સામાન્ય સ્કોર કરીને પહેલાથી પાણીમાં બેસી ગયું હતું.
213 રનનો સ્કોર અચીવ કરવા આવેલી કાંગારુ ટીમને દક્ષિણ આફ્રિકાના બોલરોએ હંફાવ્યાં હતા. તબક્કાવાર વિકેટો ગુમાવવાને કારણે દબાણમાં આવી હતી, તેથી સામાન્ય સ્કોર કરવા માટે 47.2 ઓવર સુધી જીતવા માટે ઝઝુમ્યા હતા. છેલ્લે મિશેલ સ્ટાર્ક અને પેટ કમીન્સની ભાગીદારીમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટે વિજય અપાવ્યો હતો. પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમ આઠમી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે, જેનો સામનો રવિવારે ભારતીય ટીમ સામે થશે.
આજની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમવતીથી સૌથી વધુ રન ટ્રાવિસ હેડે કર્યા હતા. 48 બોલમાં 62 રન કર્યા હતા, ત્યારબાદ સ્ટીવ સ્મીથ (62 બોલમાં 30 રન), ડેવિડ વોર્નર (18 બોલમાં 29 રન), જોશ ઈંગ્લિશ (49 બોલમાં 28 રન) કર્યા હતા, પરંતુ મિડલ ઓર્ડરમાં મિશેલ માર્શ અને ગ્લેન મેક્સવેલ સાવ સસ્તામાં આઉટ થયા હતા. બીજી બાજુ દક્ષિણ આફ્રિકાવતીથી તર્બેઝ શમ્સી, જીરાલ્ડ કોએટ્ઝીએ વધુ વિકેટ ઝડપી હતી, જ્યારે રબાડા, માર્કારામ અને કેશવ મહારાજને એક-એક વિકેટ મળી હતી. આઈસીસી વર્લ્ડ કપની આજની 47મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ વિજય મેળવીને ફાઈનલ મેચમાં પ્રવેશ કરી લીધો છે, જેમાં રવિવારે અમદાવાદમાં ભારતની સામે ટકરાશે.
વર્લ્ડ કપ 2023ની બીજી સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા 49.4 ઓવરમાં 212 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ડેવિડ મિલરે આફ્રિકા માટે શાનદાર સદી ફટકારીને 101 રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ક અને કેપ્ટન કમિન્સે 3-3 વિકેટ ઝડપી હતી. પહેલી બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
દક્ષિણ આફ્રિકાએ પહેલી જ ઓવરમાં ટીમને પહેલો ફટકો કેપ્ટન ટેમ્બા બાવુમાના રૂપમાં લાગ્યો હતો, જે ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો હતો. પછી ક્વિન્ટન ડી કોક 14 બોલમાં 3 રન કરીને આઉટ થયો હતો. ત્યાર પછી 11મી ઓવરના પાંચમા બોલ પર એડન માર્કરામ 10 રન પર પેવેલિયન પરત ફર્યો હતો અને 12મી ઓવરના પાંચમા બોલ પર રાસી વાન ડેર ડુસેન 06 રને પેવેલિયન પરત ફર્યો હતો. 24 રનમાં તો 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં ડેવિડ મિલર અને હેનરિક ક્લાસેને પાંચમી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી.
આ સિવાય મિલરે ગેરાલ્ડ કોએત્ઝી સાથે મળીને સાતમી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ સ્ટાર્ક અને કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3-3 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને ટ્રેવિસ હેડને 2-2 સફળતા મળી હતી. વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યા પછી કે સેમી ફાઈનલમાં હારવાનો સિલસિલો આફ્રિકાનો આજે પણ યથાવત રહ્યો હતો. આજે પણ સેમી ફાઈનલની મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયે પડ્યું હતું, જે ચોકર્સનું નામ આ વખતે પણ હટાવી શક્યું નહીં.
વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. અમદાવાદમાં રમાનારી મેચમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત અન્ય દેશના ક્રિકેટર, મહાનુભાવો પણ હાજરી આપશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા