પાકિસ્તાન સામેની વન-ડે સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેરઃ એટલે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શને મળી છૂટ્ટી…

મેલબોર્નઃ ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ચોથી નવેમ્બરથી ત્રણ મેચની વન-ડે સીરિઝ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મિશેલ માર્શ અને ટ્રેવિસ હેડને આરામ આપવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે 14 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. 4 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાની ટીમ પાકિસ્તાન સામે ઘરઆંગણે ત્રણ મેચની વન-ડે શ્રેણી રમશે. શ્રેણીની પ્રથમ મેચ 4 નવેમ્બરે મેલબોર્ન, 8 નવેમ્બરે એડિલેડ અને 10 નવેમ્બરે પર્થમાં રમાશે.
મીડિયાના એક અહેવાલમાં જણાવાયું છે કે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ બંનેએ રજાઓ માંગી હતી તેથી જ તેમને પાકિસ્તાન સામેની વન-ડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ બંને ખેલાડી નવેમ્બરમાં પિતા બનવાના છે.
આ કારણોસર બંનેએ બોર્ડ પાસેથી રજા માંગી છે. હેડ અને માર્શના સ્થાને યુવા ખેલાડીઓ જેક ફ્રેઝર મેકગર્ક અને મેથ્યુ શોર્ટને તક આપવામાં આવી છે. ફરી એકવાર બંને ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. પેટ કમિન્સ, જોશ હેઝલવુડ અને મિશેલ સ્ટાર્ક ફરી એકવાર એક્શનમાં જોવા મળશે.
આ પણ વાંચો :બુમરાહ ન્યૂ ઝીલૅન્ડ સામે વાઇસ-કૅપ્ટન, પણ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં કૅપ્ટન?
ઓસ્ટ્રેલિયન ટીમઃ
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, કૂપર કોલોની, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝમ્પા.