ધર્મશાલા: આજે અહીં 27મી વન-ડે વર્લ્ડ કપની મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. મેચમાં પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા 49.2 ઓવરમાં 388 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કિવિઓએ શાનદાર બેટિંગ કરીને જીવ અદ્ધર કરી દીધો હતો, પણ અંતે કાંગારુઓએ કિવિઓને પાંચ રને હરાવ્યા હતા. આ સાથે વન ડે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા જીતતા આ ચોથી જીત થઈ છે.
ઓસ્ટ્રેલિયાએ 49.2 ઓવરમાં 389 રન કરીને વર્લ્ડ કપમાં મજબૂત સ્કોર કરવાને કારણે રન રેટ પણ મજબૂત થઈ છે. જોકે, આજે પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયા વતીથી વોર્નર, ટી હેડ સહિત અન્ય બેટરે મજબૂત બેટિંગ કરી હતી. હેડે 67 બોલમાં 107 અને વોર્નરે 65 બોલમાં 81 રન કર્યા હતા. ટી હેડ તો શોર્ટ ટાઈમમાં ઝડપી સદી કરી હતી પણ વોર્નર સદી ચૂક્યો હતો. ડેવિડ વોર્નર અને ટ્રેવિસ હેડ વચ્ચે પ્રથમ વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય મેક્સવેલે 41, જોશ ઇંગ્લિસ 38, પેટ કમિન્સે 37 રનની ઇનિંગ્સ રમી હતી.
ઉપરાંત, મિડલ ઓર્ડરમાં મેક્સવેલ અને ઈંગ્લીશે પણ શાનદાર પ્રદર્શન કરતા મજબૂત સ્કોર કરવામાં સફળતા મળી હતી. ટોસ જીતીને બોલિંગ લેવાનો નિર્ણય ન્યૂ ઝીલેન્ડના સુકાની લાથમ દ્વારા લેવામાં આવ્યો હતો. બીજા દાવમાં 389 રનનો પડકારજનક સ્કોર અચિવ કરવામાં કિવિઓ વતીથી રચિન રવિન્દ્રે મજબૂત બેટિંગ કરી હતી. 23 વર્ષીય રચીને 89 બોલમાં 116 રને આઉટ થયો હતો.
રચીને ઇંગ્લેન્ડ સામેના અગાઉના સ્કોર સામે ઝડપી સદી મારવાનો વિક્રમ તોડયો હતો. આજે 77 બોલમાં સદી કરી હતી, જેમાં અગાઉ 82 બોલમાં સદી કરી હતી. રવિન્દ્રની વિકેટ પછી કિવિઓ દબાણમાં આવ્યા હતા. આમાં છતાં નીશમ, ટ્રેન્ટ બોલ્ટ સહિત અન્ય બેટરે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ મેચમાં લાસ્ટ બે ઓવર રસાકસી રહી હતી. જીતવા માટે કિવિઓને છેલ્લી બે ઓવરમાં 39 રન જોઈતા હતા, જેમાં 49મો ઓવરમાં 10 રન લીધા હતા, જયારે 50મી ઓવરમાં એટલે 6 બોલમાં 19 રન કરવાના હતા. પણ એમાં નિષ્ફળ રહેતા પાંચ રનથી હાર્યું હતું, પણ નિશાને 54 રનનું નોંધપાત્ર પ્રદાન રહ્યું હતું
બીજી બાજુ કાંગારૂઓએ 26 એક્સ્ટ્રા રન આપ્યા હતા, જેમાં 22 વાઇડ નાખ્યા હતા, જેમાં સૌથી ખર્ચાળ બોલર સ્ટાર્ક સાબિત થયો હતો. એના સિવાય ઝંપા, કમીન્સ અને હેઝલવુંડે વધુ વિકેટ લીધી હતી. આજની મેચમાં ન્યૂ ઝીલેન્ડ હારતા કુલ 8 પોઇન્ટ થયા છે, જ્યારે કાંગારૂઓના 8 પોઇન્ટ થયા છે.