Aus Vs WI: કાંગારુ સામે જીત્યા પછી વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ક્રિકેટર રડી પડ્યો…
ટેસ્ટમાં પહેલી વિકેટ લેનારા સ્પિનરનો કરતબ જોઈને દંગ રહી ગયા, વીડિયો વાઈરલ

બ્રિસ્બેનઃ વેસ્ટ ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોરદાર રોમાંચક રહી હતી, જેમાં ગાબાના મેદાનમાં ઈતિહાસ રચીને જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝનના ક્રાઈથ બેથવેટના સુકાનીપદ હેઠળની ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. આ જીત પછી કોમેન્ટ્રી બોક્સમાં જીત મેળવ્યા પછી ભૂતપૂર્વ કેપ્ટન બ્રાયન લારા અને કાર્લ હુપર ખૂદ રડી પડ્યા હતા, જ્યારે આ જીત પહેલા ડેબ્યૂ કરનારા ક્રિકેટરે વિકેટ લીધા પછી મેદાનમાં જીમ્નેશિયમના પ્લેયર શાનદાર કરતબ કરીને લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું.
આ મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા મહાન બેટ્સમેન બ્રાયન લારા પોતાની ટીમની જીત પર ખુશી વ્યક્ત કરતા ભાવુક થઈ ગયો હતો અને લારાએ કહ્યું હતું કે 27 વર્ષનો લાંબો સમય લાગ્યો જ્યારે અમે ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં હરાવવામાં સફળ થયા હતા. લારાએ કહ્યું હતું કે આ એક એવી ક્ષણ છે, જ્યારે ઓછી અનુભવી યુવા ટીમે વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યું છે. ટીમ વેસ્ટ ઈન્ડિઝના લોકો પણ આ જીતને લાંબા સમય સુધી યાદ રાખશે.
ટીમની ઐતિહાસિક જીત પર કોમેન્ટ્રી આપતી વખતે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ કેપ્ટન ભાવુક થઈ ગયો હતો ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં તેને સપોર્ટ કરી રહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ તેને ભેટી પડ્યો હતો અને ગળે લગાડીને વેસ્ટ ઈન્ડિઝન જીત માટે અભિનંદન આપ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયા સામે પિંક બોલ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. બ્રિસબેન ટેસ્ટ મેચના ચોથા દિવસે કાંગારૂ ટીમે માત્ર 207 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પહેલા દાવમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે ખરાબ શરૂઆત કર્યા બાદ 311 રન બનાવ્યા હતા. જોકે, એના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 289 રનમાં 9 વિકેટ ગુમાવીને દાવ ડિકલેર કર્યો હતો.
બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 193 રન જ બનાવી શકી અને યજમાન ટીમને 216 રનનો લક્ષ્યાંક આપ્યો. ટીમને આ હાંસલ કરવા માટે સખત પરસેવો પાડવો પડ્યો હતો. જોકે, શમર જોસેફે 7 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાની હરાવીને શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ હતી.
શુક્રવારે મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના સ્પિનર કેવિન સિંક્લેયરે ડેબ્યૂ મેચ રમ્યો હતો. ઉસ્માન ખ્વાજાની વિકેટ ઝડપી હતી. 75 રને ખ્વાજાને પેવેલિયન મોકલવામાં સફળ રહ્યો હતો. આ વિકેટ ઝડપ્યા પછી શાનદાર કરતબ કર્યો હતો. કેવિને મેદાનમાં જિમ્નેશિયમ ખેલાડીના માફક ઊંધી ગુલાટ મારવાને કારણે કોમેન્ટ્રેટર જ નહીં, પરંતુ પ્રેક્ષકો દંગ રહી ગયા હતા. એના મેજિક દાવનો વીડિયો પણ જોરદાર વાઈરલ થયો હતો. સિંક્લેયરે ફિલ્ડિંગ વખતે પણ શાનદાર કેચ ઝડપ્યો હતો. સ્લીપમાં માર્નસ લાબુશેનનો કેચ ઝડપ્યો હતો. સિંક્લેયરને કેચ ઝડપીને લાબુશેન પણ દંગ રહી ગયો હતો.