સ્પોર્ટસ

AUS VS PAK: કપલનું સ્ટેડિયમમાં ઈલુ-ઈલુ, વીડિયો વાઈરલ

મિશેલ માર્શને મળ્યું જીવતદાન, શાનદાર ઈનિંગ રમ્યો

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ પણ રોમાંચક તબક્કામાં પહોંચી છે, ત્યારે આજની મેચમાં એક યુવા કપલે સ્ટેડિયમમાં મેચ જોતા રોમાન્સ કરવા લાગ્યા હતા. મેચ જોનારાની સંખ્યા ઓછી હતી, ત્યારે તેઓ અચાનક ઉપરની સીટ બેઠા પછી એકબીજાને વળગી પડીને રોમાન્સ કરવા લાગ્યા હતા.

સૌથી આશ્ચર્યની વાત એ હતી કે બંને રોમાન્સ કરતા કેમેરામેનના ધ્યાનમાં આવી જતા બંને શરમાઈ ગયા હતા. મેલબોર્નના સ્ટેડિયમનો વીડિયો જોરદાર વાઈરલ થાય પછી લોકોએ અવનવી પ્રતિક્રિયાઓ આપી હતી.

https://twitter.com/i/status/1740278951426363418

પાકિસ્તાનની ટીમ બેટિંગમાં હતી ત્યારે એક છોકરી સ્ટેડિયમમાં બેઠેલા છોકરાના ખોળામાં સૂતી હતી, ત્યારે કેમેરામેન તેમના પર ફોક્સ કરતા બંને સાવધ બની ગયા હતા અને પોતાની પાસેના ગરમ કપડાથી ચહેરા છુપાવ્યા હતા. આ પછી બંને જણ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ પૂરો થયો ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ રમતમાં છે, જેમાં 187 રને છ વિકેટ ગુમાવી છે. પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 318 રન કર્યા હતા, જ્યારે તેના જવાબમાં પાકિસ્તાને 264 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં રમવા આવેલી ઓસ્ટ્રેલિયન ટીમે 241 રનની લીડથી આગળ છે. શોન માર્શને જીવતદાન મળતા 130 બોલમાં 96 રન ફટકાર્યા હતા.

ઉપરાંત, 176 બોલમાં પચાસ રને સ્ટીવ સ્મિથે બનાવ્યા હતા. જોકે, આજની મેચમાં પાકિસ્તાનની ઈનિંગ વખતે સ્ટેડિયમમાં રોમાન્સ કરતા કપલને જોઈને લોકો દંગ રહી ગયા હતા. ક્રિકેટ મેચમાં હવે આવું ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે ટેસ્ટ મેચ ભાગ્યે જ રમાય છે, જ્યારે આ મેચમાં બહુ ઓછા પ્રેક્ષકો મેચ જોવા આવતા હોવાથી કપલ્સને રોમાન્સની તક મળી જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button